મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના વાવડી નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર રિક્ષા ચાલકની ધરપકડ


SHARE













મોરબીના વાવડી નજીક અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર રિક્ષા ચાલકની ધરપકડ

મોરબીના વાવડી રોડે ન્યારાના પેટ્રોલ પંપ પાસે સીએનજી રીક્ષા સાથે બીજી સીએનજી રીક્ષા અથડાઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે એક રીક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આ ગુનામાં આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જોન્સનગર શેરી નં-૧૧ માં રહેતા સુનિલભાઈ હકાભાઇ પરમાર જાતે રાવળદેવ (૨૫) એ સીએનજી ઓટો રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૮૭૧ ના ચાલક સામે થોડા દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કેમોરબીના વાવડી રોડ ઉપર ન્યારાના પેટ્રોલ પંપથી આગળના ભાગમાં તેનો ભાઈ સચિન હકાભાઇ પરમાર જાતે રાવળદેવ (૨૩) પોતાની સીએનજી રીક્ષા જીજે ૩૬ ટી ૨૧૬૮ લઈને જઈ રહ્યો હતો ત્યારે આરોપીએ ગફલત ભરી રીતે પોતાની રીક્ષા ચલાવીને તેના નાના ભાઈની રીક્ષાને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જ્યો હતો ત્યારે ફરિયાદીનો ભાઈ નીચે પડી જતા તેને શરીરે ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું આ ગુનામાં પોલીસે અકસ્માત સર્જનાર રીક્ષા ચાલક સિકંદર જીવાભાઇ સુમરા જાતે સંધિ મુસ્લિમ (૩૫) રહે. બિલિય મોરબી વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ એસ્પોટ સિરામિક કારખાનામાં રહેતા મરિયમબેન ગોમાભાઇ મહારાણા (૨૩) અને આજીત ગોમાભાઇ મહારાણા (૨) ને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે

વીંછી કરડી ગયો

ટંકારાના નેસડા ગામે નવીનભાઈ ભીમાણીના વાડીએ રહીને મજૂરી કામ કરતા કાલુભાઈ વસુનિયાની દોઢ માસની દીકરી નીહાબેનને વીંછી કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ટંકારા લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે જોકે બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે






Latest News