મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતો અને સિરામિકમાં કોન્ટ્રાક્ટ રાખતો યુવાન ત્રણ દિવસથી ગુમ


SHARE









મોરબીમાં રહેતો અને સિરામિકમાં કોન્ટ્રાક્ટ રાખતો યુવાન ત્રણ દિવસથી ગુમ

મોરબીના ભરતનગર ગામે રહેતા આધેડનો દીકરો સિરામિકમાં કોન્ટ્રાક્ટ રાખતો હતો અને મોરબીમાં કેનાલ રોડ ઉપર રામકો બંગલોની પાછળ વૃંદાવન સોસાયટીમાં રહેતો હતો જે કોઈ કારણોસર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં યુવાનના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને અરજી આપી છે જેના આધારે પોલીસે યુવાનને શોધવા માટેની તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ભરતનગર ગામે રહેતા ઈશ્વર બચુભાઇ ફેફરે દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને તેનો દીકરો ગુમ થયેલ છે તેવી અરજી આપવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેનો દીકરો આનંદ ફેફર (30) કેનાલ રોડ ઉપર રામકો બંગલોની પાછળ વૃંદાવન સોસાયટીમાં આવેલા સંકેત એપાર્ટમેન્ટમાં રહે છે અને તે સિરામિકમાં કોન્ટ્રાક્ટર રાખીને કામ કરતો હતો જો કે, ગત તા 30 થી તે પોતાનું બાઇક લઈને ઘરેથી ગયા પછી પરત આવેલ નથી અને તેનો કોઈ જગ્યાએ પત્તો લાગેલ નથી જેથી પોલીસે આધેડની અરજી લઈને યુવાનને શોધવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.




Latest News