વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી શહેરના વહીવટદાર શાસનમાં હાલ બેહાલ: કોંગ્રેસનો આક્ષેપ


SHARE









મોરબી શહેરના વહીવટદાર શાસનમાં હાલ બેહાલ: કોંગ્રેસનો આક્ષેપ

મોરબીમાં ઝુલતો પુલ તૂટ્યો પછી પાલિકામાં વહીવટદાર મૂકવામાં આવેલ છે અને હાલમાં વહીવટદાર તેમજ ચીફ ઓફિસર બંને હોવા છતાં પાનાં મોરબી શહેરનો એક વિસ્તાર સારો કહી શકાય તેવો નથી ત્યારે ભાજપના ધારાસભ્ય દ્વારા લોકોને સારી સુવિધાઓ મળે તેના માટે કામ કરવામાં આવે તેવી મોરબી કોંગ્રેસનાં આગેવાનોએ માંગ કરેલ છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી અને મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રામભાઈ રબારી માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબી પાલિકામાં વહીવટદાર અને ચીફ ઓફિસર બંને મૂકવામાં આવેલ છે તો પણ શહેરની હાલત નર્કાગાર સમાન છે ઠેર ઠેર ગંદકી, ઉબડ ખાબડ રોડ રસ્તા, વિગેરે અનેક સમસ્યાઓથી હાલમાં લોકો હેરાન છે તો પણ કોઈ પ્રશ્ન ઉકેલવામાં આવી રહ્યા નથી મોરબીનો સમાવેશ એ ગ્રેડની પાલિકામાં થાય છે તો પણ કોઈ સુવિધા મળી રહી નથી અને મહાપાલિકા આપવાની વાતો કરવામાં આવી રહી છે જો કે, હાલમાં મોરબીમાં અધિક કલેક્ટર એટ્લે કે આઈએએસ અધિકારી છેલ્લા ઘણા મહિનાથી કામ કરી રહ્યા છે તો પણ મોરબીના લોકોની સુવિધા વધવાના બદલે દિવસેને દિવસે ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય દ્વારા લોકોને સારી સુવિધાઓ મળે તેના માટે કામ કરવામાં આવે તેવી કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે 




Latest News