વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટરના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાબતે બેઠક યોજાઈ


SHARE









મોરબીમાં કલેકટરના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાબતે બેઠક યોજાઈ

 મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાબતે બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગ્રાઉન્ડ, મંડપ, રાષ્ટ્રધ્વજ, સાઉન્ડ સિસ્ટમ, લાઈટ, સુશોભન, બેઠક વ્યવસ્થા, સ્ટેજ અને ડાયસ પ્લાન, સ્પીચ, પરેડ, પાર્કિંગ, ધ્વજ પોલ, ટ્રાફિક, પીવાના પાણીની વ્યવસ્થા, વૃક્ષારોપણ, સાફ-સફાઈ વગેરે બાબતે સંલગ્ન વિભાગોને સુચના આપવામાં આવી હતી.

મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેવકુંવરબા સંકુલ, ટંકારા ખાતે કરવામાં આવનાર છે. જેની તૈયારી માટે બેઠક યોજાઇ હતી જેમાં આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રોહિત પ્રજાપતિ, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેર એ.એન. ચૌધરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રવીણ અંબારિયા, ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News