મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત હસ્તકના મિલકતનો સર્વે કરવા ડીડીઓનો આદેશ


SHARE







મોરબી જિલ્લા પંચાયત હસ્તકના મિલકતનો સર્વે કરવા ડીડીઓનો આદેશ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા જિલ્લા પંચાયત હસ્તકના તમામ મિલકતનો સર્વે કરી જરૂરિયાત જણાય તો યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું છે. જે અન્વયે તળાવોનો સર્વે કરી, તેના લોકેશન સાથેના અક્ષાંસ રેખાંશની માહિતી સાથે તમામ વિગતો તલાટી કમ મંત્રી મારફત મેળવવા તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાંવી હતી તેમજ આ અંગેનો અહેવાલ જિલ્લા પચાયત હસ્તકના સિંચાઈ વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.      

વધુમાં ગ્રામ પંચાયતો હસ્તક આવેલ તમામ મિલકતો જેવી કે પંચાયત ઘર, શાળા, પશુ દવાખાનું, કોમ્યુનીટી હોલ, ઢોર પુરાવાના ડબ્બા, ખળાવાડ, સ્મશાન, કબ્રસ્તાન, ગેસ્ટ હાઉસ પર કોઈપણ જાતનું દબાણ, પેશકદમી કે કોઈપણ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસરનો કબજો થયેલ અથવા જર્જરિત અવસ્થામાં છે કે કેમ તે અંગેની ચકાસણી તલાટી કમ મંત્રી મારફત કરવા મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે. અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવેલ છે. મોરબી જિલ્લા પંચાયત હસ્તકના તમામ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર (CHC), પ્રાયમરી હેલ્થ સેન્ટર (PHC) અને સબ સેન્ટરો વગેરે મિલકતો જર્જરિત અવસ્થામાં છે કે કેમ? તેની સ્થિતિ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ચકાસવા સુચના આપવામાં આવેલ છે. આવી તમામ બાબતોના પરિપત્રો ડીડીઓ દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા કરવામાં આવેલ છે






Latest News