હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર તાલુકામાં જુગારની ત્રણ રેડ: ૧૪ જુગારી પકડાયા


SHARE













મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર તાલુકામાં જુગારની ત્રણ રેડ: ૧૪ જુગારી પકડાયા

મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૧૪ જુગારી પકડાયા હતા અને તેની પાસેથી પોલીસે કુલ ૪૭૭૨૦ ની રોકડ કબ્જે કરી હતી અને સ્થાનિક પોલીસ માથેક ગુના નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

મોરબી તાલુકાના લાલપર ગામે તાલુકા શાળાની બાજુમાં આવેલ એકતા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મોરબી તાલુકા પોલીસની ટીમને મળી હતી જેથી કરીને તાલુકાની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા બાબુભાઈ પોપટભાઈ ગેડીયા (૪૦), રાહુલભાઈ ધીરજલાલ લખતરિયા (૨૬), રવિભાઈ ધીરજલાલ લખતરિયા (૩૦), જીલભાઈ મફતલાલ પટેલ (૨૬), માનસિંગભાઈ ગાંડુભાઇ કાલરીયા (૩૨), અશરફભાઈ ઉર્ફે રઘુ લાલખાન ખાન (૨૧), રાહુલ બાબુલાલ ચૌહાણ (૩૫) અને ગુરુમુખીસિંગ ચિમનસિંગ સિંગ રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૬૪૫૦ ની કિંમતની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે હનુભાઈ કોળીની દુકાન પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત વાંકાનેર તાલુકા પોલીસની ટીમના મળી હતી અને ત્યાં જુગારની રેડ કરવામાં આવતા જયેશ ઉર્ફે જયરાજ જગાભાઈ દેત્રોજા (૨૫), લાલજીભાઈ વાલજીભાઈ દેત્રોજા (૨૧) અને સોમાભાઈ મનજીભાઈ સારલા (૨૮) રહે. બધા વિઠ્ઠલપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય ૧૦૨૫૦ ની કિંમતનો મુદામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના રણછોડનગર વિસ્તારમાં સરદારજીના બાંગ્લાની પાછળના ભાગમાં જાહેરમાં મહિલાઓ જુગાર રમતી હોવા અંગેની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારી રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ગીતાબેન રમેશભાઈ ધરજીયા (૩૨), નંદીનીબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદી (૨૪) અને હંસાબેન માધુભાઈ ડાભી (૩૯) રહે. બધા રણછોડનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦૨૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગાર દ્વારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News