મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડીમાં પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા


SHARE













મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડીમાં પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડી કેન્દ્રો પર સપ્ટેમ્બર-૨૦૨૧ પોષણ માહ અંતર્ગત આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ દ્વારા વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખાસ આ માસના પાંચ ગુરુવારના રોજ આંગણવાડી કેન્દ્ર પરથી આપવામાં આવતા પૂર્ણા શક્તિના પેકેટ (THR) માંથી અલગ અલગ વાનગીઓ બનાવી કિશોરીઓ પોતાના દૈનિક ખોરાકમાં ૧૪૫ ગ્રામ જેટલું આરોગે તે અર્થે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈનને ધ્યાને રાખી ટંકારા તાલુકાના લજાઈ સેજાના મોટા ખિજળીયા આંગણવાડી કેન્દ્ર પર કિશોરીઓ દ્વારા થીમ મુજબ પૂર્ણા શક્તિના પેકેટમાંથી વિવિધ મિઠાઈ (Dadima’s Secret Sweet) બનાવવામાં આવી હતી આ કાર્યકમમાં ટંકારા ઘટકના ભાવનાબેન એમ. ચારોલા (બાળ વિકાસ યોજના અધિકારી) દ્વારા કિશોરીઓને પૂર્ણા શક્તિ પેકેટમાંથી લાઇવ સુખડી બનાવી નિદર્શન કરાવવામાં આવ્યું તેમજ સેનેટરી પેડની ઉપયોગીતા તથા તેની ઉપલબ્ધતા અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત મોરબીના મયુરભાઈ જી. સોલંકી (ડિસ્ટ્રીક્ટ કન્સલ્ટન્ટ-પૂર્ણાયોજના) દ્વારા ઉપસ્થિત કિશોરીઓને પૂર્ણા શક્તિના પેકેટ માંથી મળતા વિટામીન તથા સુક્ષ્મ પોષક તત્વો અંગેની વિગતવાર સમજણ આપી હતી. કિશોરીઓને રોજીંદા ખોરાકમાં આ પૂર્ણા શક્તિના પેકેટનો ઉપયોગ કરી વિવિધ વાનગી બનાવી આરોગે તેમજ સત્વ મીઠાનો ઉપયોગ કરે તે માટે ઉપસ્થિત કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ટંકારા તાલુકાના નસીતપર આંગણવાડી કેન્દ્રની લાભાર્થી કિશોરી કડીવાર ધ્રુવી ડી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લોકગીત સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવતા તેને આઈ.સી.ડી.એસ કચેરી ટંકારા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા લજાઈ સેજાના મુખ્ય સેવિકા રાજેશ્રીબેન ત્રિવેદી, બ્લોક કો-ઓર્ડીનેટર સિદ્ધરાજસિંહ ઝાલા તથા સેજાના તમામ આંગણવાડી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી તેમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવાયું છે.








Latest News