મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડીમાં પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
મોરબી: શિક્ષકોના ૧૧૧ પ્રશ્નો શિક્ષણમંત્રી સમક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘએ રજૂ કર્યા
SHARE









મોરબી: શિક્ષકોના ૧૧૧ પ્રશ્નો શિક્ષણમંત્રી સમક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘએ રજૂ કર્યા
ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના હોદેદારો શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીને મળ્યા હતા ત્યારે વિલંબિત પડતર પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને દરેક પ્રશ્નો અંગે મંત્રીએ ખૂબ જીણવટ પૂર્વક માહિતી મેળવી હતી અને ડો.હેડગેવાર ભવન ખાતેની રાજ્યની બેઠકમાં સમગ્ર રાજ્યમાંથી આવેલા પ્રશ્નો ઝડપથી ઉકેલાશે એવી આશા જણાઈ છે કેમ કે, મંત્રીએ કેસ ટુ કેસ સંગઠનના હોદેદારો સાથે ચર્ચા કરી હત
આ બેઠકમાં બોન્ડ, તાલુકા બહાર ગયેલા શિક્ષકો, એચ.ટાટ., એકમ કસોટીનો વિષય, જૂની પેન્શન યોજનાને ફરીથી લાગું કરવા, સીઆરસી, બિઆરસીના પ્રશ્નો, ૫૦ % પ્રમાણે છુટા કરવા, વિદ્યાસહાયક બહેનોની પ્રસુતિની રજાઓ, મહેકમના રેશિયો સુધારો કરવા સહિત સૌથી અગત્યની ચર્ચા લોકલ ફંડમાં અટવાઇ ગયેલી એસ.બી. નો ઝડપથી નિકાલ થઈ ૯, ૨૦, ૩૧ ના કેસોનો નિકાલ થાયએ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને મંત્રી સાથેની બેઠકમાં રાજ્યના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, સંગઠન મંત્રી ઘનશ્યામભાઈ પટેલ, કોષાધ્યક્ષ અને માધ્યમિકના અધ્યક્ષ રમેશભાઈ ચૌધરી તથા સહ સંગઠન મંત્રી પરેશભાઈ પટેલ જોડાયા હતા અને મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઝડપથી શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સંગઠનની બેઠક કરાવી પોતે પણ હાજર રહી શિક્ષકોના પ્રશ્નો અંગે યોગ્ય કરાવવા માટે પ્રતિબ્ધતા વ્યક્ત કરી હતી
