મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો GPF એકાઉન્ટનો પ્રશ્ન ઉકેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઇની સચિવને સૂચન
મોરબી સમતા ફાઉન્ડેશન દ્વારા સ્પર્ધાતમક પરીક્ષાની તૈયારી માટે ફ્રિ કોચિંગ ક્લાસ શરૂ કરાશે
SHARE
મોરબી સમતા ફાઉન્ડેશન દ્વારા સ્પર્ધાતમક પરીક્ષાની તૈયારી માટે ફ્રિ કોચિંગ ક્લાસ શરૂ કરાશે
મોરબી સમતા ફાઉન્ડેશન દ્વારા અનુ.જાતિના યુવક યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી કોચિંગ કલાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવનારી ધો. ૧૨ પછીની વર્ગ ૩ (તલાટી, કલાર્ક, સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ) વગેરે ભરતીની તૈયારીના ભાગરૂપે મોરબી સમતા ફાઉન્ડેશન દ્વારા અનુ.જાતિના વિદ્યાર્થીઓને ફ્રિ કોચિંગ આપવામાં આવશે
આ ક્લાસિસમાં મોરબી રાજકોટ, જામનગરના નિષ્ણાત ફેકલ્ટી દ્વારા સિલેબસ મુજબ યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપવા આવશે. આ સ્પર્ધાતમક પરીક્ષાના કલાસીસમાં જોડાવવા માટે મોરબી જિલ્લામાં વસતા અનુ.જાતિના વિદ્યાર્થીઓએ તા. 25 સપ્ટેમ્બર સુધીમાં ડો.બાબા સાહેબ આંબેડકર લાઇબ્રેરી, મિડલ સ્કુલની બાજુમાં રેલ્વે સ્ટેશન સામે મોરબી ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને વધુ માહિતી માટે રાહુલભાઈ (80000 11877), મહેશભાઈ (99138 97605) અને કૌશિકભાઈ (97235 00777) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે