મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમાસર ચોકડીના પુલ નીચે હોટલ પાસેથી તમંચા સાથે એક શખ્સ પકડાયો


SHARE







માળીયા (મી)ની ભીમાસર ચોકડીના પુલ નીચે હોટલ પાસેથી તમંચા સાથે એક શખ્સ પકડાયો

માળીયા મીયાણાની ભીમાસર ચોકડીના પુલ નીચે હોટલ પાસે ઉભેલા શખ્સ પાસે હથિયાર હોવાની હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર ઉભેલા શખ્સને ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને ૫૦૦૦ ની કિંમતનું હથિયાર કબજે કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા એસઓજીની ટીમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન માળિયા તાલુકાની ભીમાસર ચોકડીના પુલ નીચે ભેરુનાથ હોટલ પાસે રહેલા શખ્સ પાસે હથિયાર હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં સ્થળ ઉપર જઈને ચેક કરતા શેરમામદ ગુલમામદ જામ જાતે મિયાણા (૨૫) રહે. હરીપર તાલુકો માળીયા મીયાણા વાળા પાસેથી દેશી બનાવટનું એક હથિયાર મળી આવતા પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનો દેશી બનાવટનો તમંચો કબજે કર્યો હતો અને તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલાનું મોત

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ લેવીસ્ટોન સીરામીક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મૂળ યુપીના રહેવાસી સમીનાબેગમ મહેફિલખાન ખાન જાતે મુસ્લિમ (૪૪) ને છેલ્લા બે ત્રણ દિવસથી ચક્કર આવતા હતા દરમિયાન તેને રાત્રિના સમયે સારવાર માટે લઈ જતા રસ્તામાં તેનો કોઈપણ સમયે મોત નિપજ્યુ હોતું  ત્યાર બાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવવા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News