મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

પ્રમાણિક્તા: ટંકારાના ૧૨ વર્ષના બે ટેણીયાએ વેપારીને તેની રકમ પરત આપી


SHARE









પ્રમાણિક્તા: ટંકારાના ૧૨ વર્ષના બે ટેણીયાએ વેપારીને તેની રકમ પરત આપી

ટંકારા સોસાયટી વિસ્તારમાં નંદલાલભાઈ કાસુન્દરા ગુજરાત હાડવેર નામની દુકાન આવેલ છે. જેમણે માલના વેપારીને આપવાના લાખો રૃપિયા પહોંચાડવા માટે દુકાન બંધ કરીને બપોર ટાકણે નિકળ્યા હતા ત્યારે આ માતબર રકમ દુકાનના સટર પાસે રહી ગઈ હતી. બિજી તરફ થેલીમાં શોધખોળ કરતા લાખો રૃપિયા ન મળતા વેપારી હેબતાઈ ગયા હતા અને ટંકારા પોલીસ મથકે દોડી ગયા હતા ત્યારે ડી સ્ટાફના વિજયભાઈ બાર, કૌશિકભાઈ પટેલ, ભાવેશભાઈ વરમોરા સહિતના બનાવની ગંભીરતા સમજી તાકીદે વેપારીની દુકાને દોડી તપાસ હાથ ધરી હતી. ત્યારે ટંકારા સર્કિટ હાઉસ સામે રહેતા શિવરાજ ભરતભાઇ મકવાણા (૧૧) અને દિપક ચંદુભાઈ પરમાર (૧૨)ને કિમતી વસ્તુ મળી છે અને મુળ માલિકની શોધ કરી રહ્યા છે જેથી ટંકારા પોલીસે આ બન્ને દિલદાર ટાબરીયાને શોધીને પોલીસ સ્ટેશને લઈને આવી હતી અને ત્યાર બાદ મુળ માલિક સાથે મિલાપ કરાવી માતબર રકમ પરત આપીને બંને બાળકોએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે




Latest News