માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગરમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ન કરવાનું કર્યું


SHARE













મોરબીના પ્રેમજીનગરમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ન કરવાનું કર્યું

મોરબીના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા યુવાનને તેના ઘરે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો જેથી કરીને તે પોતાનું બાઈક લઈને ઘરેથી નીકળી ગયો હતો અને ત્યાર બાદ પોલીસ હેડ કવાર્ટરની પાછળના ભાગમાં પોતાનું બાઈક મૂકીને મચ્છુ-૨ ડેમમાં ઝંપલાવીને તે યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પરિવારજનો મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા અશોકભાઈ વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ ત્રિવેદી જાતે અનુ. જાતિ બ્રાહ્મણ (૩૭)એ મોરબીના મકનસર ગામ પાસે આવેલ પોલીસ હેડ કવાર્ટરની પાછળના ભાગમાં પોતાનું બાઈક મૂકીને મચ્છુ-૨ ડેમના પાણીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને તેના ડેડબોડીને હર્ષદભાઈ હીરાભાઈ પંડ્યા (૪૮) રહે. પ્રેમજીનગર મકનસર વાળા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની તેઓ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ અશોકભાઈને તેમના પત્ની મિતલબેન સાથે ઘરમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો અને જેથી કરીને તેને લાગી આવતા તેઓ પોતાના ઘરેથી પોતાનું બાઈક નંબર જીજે ૩ ડી ૩૯૬૫ લઈને નીકળી ગયા હતા અને ત્યારબાદ તેમણે પોલીસ હેડ કવાર્ટરની પાછળના ભાગમાં પોતાનું બાઈક રાખીને મચ્છુ-૨ ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધેલ છે જે અંગેની હાલમાં મોરબી તાલુકા પોલીસને નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢના રહેવાસી અને હાલમાં મોરબીમાં ઝવેરી શેરી ગઢની રાંગ પાસે શેરીમાં સુતેલ જગદીશભાઈ મીઠુલાલ દરોડા જાતે રાજપૂત (૪૪) શેરીમાં રાત્રે સુતા હતા ત્યારબાદ સવારે ન ઉઠતા તેને એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવવા અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News