મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સિરામિક ઉદ્યોગના આંતરીક ૯૪ રસ્તાનું કામ સરકારે કર્યું મંજૂર: દુર્લભજીભાઈ દેથરીયા


SHARE









મોરબી જીલ્લામાં સિરામિક ઉદ્યોગના આંતરીક ૯૪ રસ્તાનું કામ સરકારે કર્યું મંજૂર: દુર્લભજીભાઈ દેથરીયા

ગુજરાત રાજયના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ઉદ્યોગ સ્થાયી પરામર્શ સમિતિની પ્રથમ બેઠક મળી હતી જે સમિતિના સદસ્ય ૬૬ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબી જીલ્લાના સિરામિક ઉદ્યોગના આંતરીક ૯૪ રસ્તાઓ ૧૭૦ કી.મી. માટે રૂપીયા ૫૫૦ કરોડની રજૂઆત કરેલ હતી.

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ઉદ્યોગ પરામર્શ સમિતિની પ્રથમ બેઠકમાં મોરબી જીલ્લાના સિરામિક ઉદ્યોગોનો અહેવાલ આપતા જણાવ્યુ હતું કે સમગ્ર વિશ્વમાં મોરબી એટલે સિરામિકસ ઉદ્યોગમાં ચીનને હંફાવતુ શહેર છે. ત્યારે મોરબી જીલ્લાના અલગ અલગ આશરે ૧૦,૦૦૦ જેટલા નાના મોટા એકમો આવેલ છે. જે એકમોમાં અંદાજીત ૪ લાખ લોકોને રોજીરોટી મળી રહે છે, જેન આશરે વાર્ષિક ટનઓવર ૮૦ લાખ કરોડનું છે. તેમજ અંદાજે વાર્ષિક ૨૫ લાખ કરોડનું એકસપોર્ટ થાય છે ત્યારે સરકારને પણ આમાંથી ટેકસ રૂપે ઘણી આવક મળતી હોય છે. આ સિરામિક વિસ્તારમાં આંતરીક માળખાકીય સુવિધાઓ અને આંતરીક રસ્તાઓ ન હોવાથી ઘણી બધી સમસ્યાઓ ઉભી થતી હોય છે. તો આ રસ્તાઓ સરકાર દ્વારા મંજુર કરવા જોઈએ તેવું દુર્લભજીભાઈ દેથરીયાએ પરામર્શ સમિતિમાં અધ્યક્ષને રજુઆત કરી હતી અને સમિતિનો અહેવાલ ગુજરાતના મુખ્યમંત્રીને ધ્યાને મુકેલ હતો.

ટંકારાના ધારાસભ્ય દ્વારા પરામર્શ સમિતિના અહેવાલની સાથોસાથ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ પણ ગુજરાત રાજયના મુખ્યમંત્રીને રૂબરૂ મળી આ અંગેની રૂબરૂ રજુઆત કરતા ગુજરાત સરકારના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળ દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગોના આંતરીક રસ્તાઓને ગુજરાત સરકાર દ્વારા પ્રથમ ફેઈઝના ૩૧ રોડ કુલ કી.મી. ૯૪.૫૬ માટે રૂપીયા ૩૭૬ કરોડની સૈધાંતિક મંજૂરી આપેલ છે, જે કાર્યોના ટેન્ડર ટુંક સમયમાં બહાર પાડી કામો શરૂ કરવામાં આવશે. આ આંતરીક રસ્તાઓની મંજુરી મળતા મોરબી જીલ્લાના સિરામિક ઉદ્યોગ તથા અન્ય ઉદ્યોગોને ઘણો મોટો ફાયદો થશે. મોરબી જીલ્લાના સિરામિકના આંતરીક રસ્તાઓ મંજુર કરવા બદલ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત અને સમિતિના સભ્યઓનો આભાર વ્યકત કરેલ છે




Latest News