મોરબી જીલ્લામાં પતિએ મોબાઈલ-ઘરકામ બાબતે ઠપકો આપતા પરણીતાએ ઝેરી દવા ગટગટાવી
SHARE
મોરબી જીલ્લામાં પતિએ મોબાઈલ-ઘરકામ બાબતે ઠપકો આપતા પરણીતાએ ઝેરી દવા ગટગટાવી
હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતી પરણીતાને પતિએ મોબાઈલ બાબતે અને ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવ્યું હતું અને પરણીતાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલમાં હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા કરસનભાઈ ભગવાનભાઈ દલવાડીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાના સાગરી કાકડકાના રહેવાસી દીપકભાઈ પટેલ જાતે ભીલ (૨૬) ના પત્ની પાંગલીબેન દીપકભાઈ પટેલ જાતે ભીલ (૨૩) એ વાડીએ હતા ત્યારે ઝેરી પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની દીપકભાઈએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે દીપકભાઈએ તેમના પત્ની પાંગલીબેનને મોબાઇલ બાબતે તથા ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેણીને લાગી આવતાં તેણીએ પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી હાલમાં પોલીસે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પરણીતાનો લગ્નગાળો ચાર વર્ષનું હોવાનું સામે આવ્યું છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીના રવાપર ગામે આવેલ બોનીપાર્ક વિસ્તારમાં ભૂમિ ટાવરમાં રહેતા તરૂબેન વિષ્ણુભાઈ દવે નામના ૬૫ વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવારમાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યુ હતુ કે ઈજાગ્રસ્ત થયેલા તરૂબેન દવે પોતાના પુત્રના બાઈકમાં પાછળના ભાગે બેસીને દરબારગઢ નજીક આવેલ સંઘવી શેરીમાંથી જતા હતા ત્યાં રસ્તામાં તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઈજા પામતા તેમને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.
યુવતી સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ ગામે રહેતી મુસ્કાનબેન વિશાલભાઈ યાદવ નામની ૨૧ વર્ષીય મહિલાને તેના ઘરે કામ દરમિયાન સાપ કરડી જતા વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર લઈને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.