વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો અને શહેર કોંગ્રેસ પ્રમુખે નવા ચીફ ઓફિસરની કરી શુભેચ્છા મુલાકાત મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના લાલપર ગામના યુવાન તથા નાના દહિંસરા ગામના આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબીના ઘુનડા રોડ ઉપર યુવાનને આંતરીને ત્રણ લોકોએ છરીના ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વેલેન્ટાઈન ડે નહીં વાત્સલ્ય દિવસ ઉજવાયો: મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કરી વૈભવી કારમાં જોય રાઈડ માળીયા (મી)ના મોટી બરાર ગામ નજીક સામેથી આવતા ટ્રકમાં બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના સાપર-રાજપર ગામે જુગારની બે રેડ: ૪ મહિલા સહિત ૧૪ જુગારી પકડાયા, ૩ ફરાર


SHARE













મોરબીના સાપર-રાજપર ગામે જુગારની બે રેડ: ૪ મહિલા સહિત ૧૪ જુગારી પકડાયા, ૩ ફરાર

મોરબી તાલુકાના શાપર ગામે મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની તાલુકા પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગારીઓમાં નાશભાગ પહોંચી ગઈ હતી જોકે સ્થળ ઉપરથી પોલીસે ૧૦ જુગારીઓને પકડી પાડ્યા હતા અને તેની પાસેથી ૪૨૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને નાસી છૂટેલા ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આવી જ રીતે મોરબી તાલુકાના રાજપર ગામે મફતિયાપરામાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર મહિલા જુગાર રમતા મળી આવી હતી

મોરબી નજીકના જેતપર ગામ પાસે આવેલ સાપર ગામે મંદિરની બાજુમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી તાલુકા પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી અને તકનો લાભ લઈને ત્રણ જુગારીઓ ત્યાંથી નાસી ગયા હતા જો કે, પોલીસે સ્થળ ઉપરથી દસ જુગારીઓને ઝડપી પાડ્યા છે જેમાં નવઘણભાઈ ઉર્ફે નોઘો દિનેશભાઈ હમીરપરા (૨૬) રહે. સાપર, નરેશભાઈ દુર્લભજીભાઈ સાકરીયા (૨૮) રહે. જેતપર, સુનિલભાઈ ઉર્ફે ભંગારિયો કુકાભાઈ દેગામા (૨૬) રહે. જેતપર, દયારામ હરિલાલ હમીરપરા (૩૯) રહે. જેતપર, વિષ્ણુભાઈ જસાભાઈ ગડેસીયા (૨૩) રહે. જેતપર, જેરામભાઈ વલ્લભભાઈ હમીરપરા (૩૩) રહે. જેતપર, વેલજીભાઈ ચંદુભાઈ અઘારા (૩૦) રહે. સાપર, લલિતભાઈ મેરૂભાઈ હમીરપરા (૨૬) રહે. સાપર, ભોલાભાઈ દિનેશભાઈ અઘારા (૨૩) રહે. સાપર અને કાળુભાઈ રમેશભાઈ હમીરપરા (૨૪) રહે. સાપર વાળાની ધરપકડ કરી પોલીસે તેની પાસેથી ૪૨૧૦૦ ની રોકડ કબજે કરી છે જોકે પોલીસે રેડ કરી ત્યારે તકનો લાભ લઈને કિરીટભાઈ બાબુભાઈ અગેચાણીયા રહે. વીસીપરા મોરબી, અક્ષય બાબુભાઈ અગેચાણીયા રહે. વીસીપરા મોરબી અને ધર્મેન્દ્રભાઈ ગોકળભાઈ અગેચાણીયા રહે. જેતપર વાળા નાસી છૂટ્યા હોય તેની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે જુગારની બીજી રેડ તાલુકા પોલીસની ટીમ દ્વારા મોરબી તાલુકાના રાજપર ગામે મફતિયા પરામાં કરવામાં આવી હતી ત્યારે શેરીમાં જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઈ હતી જેમાં સોનલબેન ગણેશભાઈ પરસુંડા (૪૫) કુંદનબેન ભાવેશભાઈ પિત્રોડા (૨૪), સવિતાબેન ગોરધનભાઈ જોગડીયા (૫૦) અને જાનકીબેન ગણેશભાઈ પારસુંડા (૨૧) રહે. બધા રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૮૧૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News