મોરબીના મકનસર ગામે ઘરમાંથી ૧૪ બોટલ દારૂ સાથે મહિલા બુટલેગર પકડાઈ
Morbi Today
મોરબી જિલ્લામાં ૩ પીએસઆઈને પોસ્ટિંગ, ૧ ની બદલી
SHARE
મોરબી જિલ્લામાં ૩ પીએસઆઈને પોસ્ટિંગ, ૧ ની બદલી
મોરબીના એસપી દ્વારા હાલમાં ચાર પીએસઆઈની બદલી કરવામાં આવી છે જેમાં લિવ રિઝર્વમાં રહેલા ત્રણ પીએસઆઈને પોસ્ટિંગ આપવામાં આવેલ છે અને એલસીબીમાં વધુ એક પીએસઆઈને મૂકવામાં આવેલ છે
મોરબી જીલ્લામાં એસપી દ્વારા સતત અધિકારીઓએ અને કર્મચારીઓની બદલીઓ કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં એસપી દ્વારા ચાર પીએસઆઈની બદલી કરવામાં આવેલ છે જેમાં લિવ રિઝર્વમાં રહેલા સી.એસ. સોંદરવાને સિટી એ ડિવિઝન, વી.એલ. વાઘેલાને મહિલા પોલીસ સ્ટેશન અને એલ.એ. ભરગાને આઇયુસીએડબ્લ્યુ માં મુકવામાં આવ્યા છે. તો મોરબી સિટી એ ડિવિઝનમાં ફરજ બજાવતા કે.એચ. ભોચિયાને એલસીબીમાં મુકવામાં આવ્યા છે.









