મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે ઘરમાંથી ૧૪ બોટલ દારૂ સાથે મહિલા બુટલેગર પકડાઈ


SHARE









મોરબીના મકનસર ગામે ઘરમાંથી ૧૪ બોટલ દારૂ સાથે મહિલા બુટલેગર પકડાઈ

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતી મહિલાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની ૧૪ બોટલ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ હતી જેથી કરીને એલસીબીની ટીમ દ્વારા તેની ધરપકડ કરી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે ધર્મ મંગલ સોસાયટીમાં રહેતી મહિલાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર ઘરમાંથી દારૂની ૧૪ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫,૨૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર સપનાબેન ઠાકૂરદાસ રામચંદાની જાતે સિંધી (૩૩) રહે. હાલ ધર્મ મંગલ સોસાયટી મૂળ રહે વસ્ત્રાલ રિંગ રોડ સિલ્વર હેબિટેડ એપાર્ટમેન્ટ નંબર-કે બ્લોક નંબર ૧૦૩ અમદાવાદ વાળીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં હવે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News