મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં એક્ટિવાનો ઓવરટેક કરવાની વાતમાં યુવાનને લાફા મારવાના ગુનામા બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં એક્ટિવાનો ઓવરટેક કરવાની વાતમાં યુવાનને લાફા મારવાના ગુનામા બે આરોપીની ધરપકડ

મોરબી શનાળા રોડ ઉપર આવેલ મહેશ પાન પાર્લર તથા ઓમ બ્લડ બેંક સામે જાહેર રોડ ઉપરથી ડબલ સવારી એક્ટિવાની પાછળ આવી રહેલા એક્ટિવાના ચાલકે ઓવરટેક કરવા જતાં સમયે યુવાન અને તેના મિત્રનું એક્ટિવા આડુ આવ્યું હતું જેથી કરીને તેની સાથે બોલાચાલી કરીને લાફા માર્યા હતા અને યુવાનના પિતા ત્યાં આવતા તેને મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા મીહિરભાઇ રાજેશભાઇ ચૌહાણ જાતે અનુ.જાતિ (૨૦)એ હાલમાં એકટીવા નં જીજે ૩૬ એન ૭૫૩૦ ના ચાલક અને તેની સાથે રહેલા શખ્સની સામે ફરિયાદ નોધાવી હતી કે, મોરબી જુના બસસ્ટેન્ડ પાસે આવેલ ઓમકાર ટેલીકોમમા તેનો મોબાઈલ રીપેર કરવામાં માટે તેના મિત્ર સાથે ગયો હતો અને મોરબી શનાળા રોડ ઉપર આવેલ મહેશ પાન પાર્લર તથા ઓમ બ્લડ બેંક સામે જાહેર રોડ ઉપરથી તે પોતાના મીત્ર નીત કાનાણી સાથે નીત કાનાણીના એકટીવા નંબર જીજે ૩૬ એબી ૭૦૧૧ ઉપર પોતાના ઘર તરફ પરત જતા હતા તે સમયે આરોપી આદિત્યરાજ દરબારે ફરિયાદીના એકટીવાને ઓવરટેક કરવા જતા ફરિયાદીનું એકટીવા આડુ આવતા આરોપીએ તેના એકટીવાની પાસે પોતાનુ એકટીવા લઇ આવીને ચારથી  પાંચ વખત ફરિયાદીના એકટીવા સાથે તેનું એકટીવા અથડાવવાનો પ્રત્યત્ન કર્યો હતો ત્યારે ફરિયાદી તેનું વાહન ઊભું રાખીને આરોપીને આવુ શા માટે કરો છો ? એવુ પુછતા આરોપીએ ફરિયાદીને “તુ કેવો છો” એવુ પુછતા ફરિયાદિએ પોતે અનુ.જાતિના હોવાનુ જણાવતા આરોપી એકટીવા ચાલકે તેને ગાળો આપી હતી તેમજ આરોપીના ઓળખીતા ભાઇએ આવીને ફરિયાદીને ગાલ અને ચહેરા ઉપર ફડાકા મારી મુંઢ ઇજા કરી તેમજ ફરિયાદી પોતાના પીતાને ફોન કરતા તેના પીતા રાજેશભાઇ ત્યાં આવી ગયા હતા અને તેમણે આરોપીઓને મારા દિકરા સાથે ઝગડો કેમ કરો છો એવુ પુછતા આરોપીઓએ ફરિયાદી અને તેના પિતાને જાહેરમા જાતિ જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા અને ફરિયાદીના પીતા રાજેશભાઇને તુ અહિથી જતો રહે નહિતર તને પુરો કરી નાખીશ એવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧) (આર) (એસ)૩(૨) (૫-એ) મુજબ ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપી પ્રિયજીતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (૨૬) રહે. કાયાજી પ્લોટ શેરી-૨ મોરબી અને મેઘરાજસિંહ અશોકસિંહ જાડેજા (૨૭) રહે, હનુમાન ડેરી શેરી ગ્રીન ચોક મોરબી વાળાની ડીવાયએસપી પી.એ. ઝાલા અને રાઇટર મેહુલભાઈ ઠાકર દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે






Latest News