ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ મોરબી : આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના દરબારગઢ  પાસે અને ભડીયાદ ગામે જુગાર રમતા ૧૫ ની ધરપકડ


SHARE











મોરબીના દરબારગઢ  પાસે અને ભડીયાદ ગામે જુગાર રમતા ૧૫ ની ધરપકડ

મોરબી તાલુકા પોલીસે ભડીયાદ ગામે રામાપીરના ઢોળા પાસે જુગાર રમતા છ ઇસમોની રોકડા રૂા.૪૬ હજારની સાથે ધરપકડ કરી હતી.તે રીતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે મોરબીના દરબારગઢ વિસ્તારમાં આવેલ હોન્ડાના શોરૂમ પાસે જુગાર અંગે રેડ કરીને નવ પતાપ્રેમીઓની રોકડા રૂા.૧૧,૪૫૦ સાથે ધરપકડ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ નેહલબેન ખડીયા તથા સ્ટાફ દ્વારા મોરબીના ભડીયાદ ગામે આવેલ રામદેવપીરના ઢોળા પાસે રેડ કરવામાં આવી હતી અને ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા ઈકબાલ ગનીભાઈ સૈયદ જાતે ફકીર (૩૪) રહે.રામાપીરના ઢોળા પાસે ભડીયાદ, કાળુ ટપુભાઇ સાદરીયા જાતે કોળી (૪૫) રહે.રામદેવપીરના ઢોળા પાસે ભડીયાદ, યોગેશ ગાંડુભાઇ ઈટોદરા જાતે કોળી (૨૧) રહે.ભડીયાદ, ગીતાબેન કાળુભાઈ ટપુભાઈ સાદરીયા જાતે કોળી (૪૫) રહે.ભડીયાદ, રીટાબેન અશોકભાઈ માનેવાડિયા જાતે કોળી (૨૦) રહે.લાલપર બાપાસીતારામ મઢુલી પાસે અને મુસ્કાનબેન ઈકબાલભાઈ સૈયદ જાતે ફકીર (૨૦) રહે.રામાપીરના ઢોળા પાસે ભડીયાદ જુગાર રમતા મળી આવતા તેઓ પાસેથી રોકડા રૂા.૪૬,૦૦૦ જપ્ત કરીને છએયની સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

જયારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે મોરબીના દરબારગઢ પાસે આવેલ મોટી હનુમાન શેરી હીરોના શોરૂમ પાછળ રહેતા રાકેશગીરી ગૌસ્વામીના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં રહેણાંક મકાનની અંદર જુગારધામ ધમધમતુ હોય અને ઘરધણી રાકેશગીરી પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો મળી આવ્યો હતો.પોલીસે સ્થળ ઉપરથી ઘરધણી રાકેશગીરી બળવંતગીરી ગૌસ્વામી જાતે બાવાજી (૩૦) ધંધો.રસોઇકામ રહે.મોટી હનુમાન શેરી દરબાર ગઢ પાસે, નીમીશભાઇ મનુભાઇ પંડ્યા જાતે બ્રાહમણ (૩૯) ધંધો કર્મકાંડ રહે.મોટીહનુમાન શેરી, રાકેશભાઇ જયંતીભાઇ મકવાણા જાતે ખવાસ (૨૨) ધંધો પ્રાઇવેટ નોકરી રહે.મોંચી શેરી ખોડા ખવાસ શેરીની સામે, સંદીપભાઇ જયંતીભાઇ ગોહીલ જાતે ખવાસ (૨૮) ધંધો મજુરી રહે.મોંચી શેરી ખોડા ખવાસ શેરી, પ્રિન્સભાઇ રાજેશભાઇ પીઠડીયા જાતે દરજી (૨૧) ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે.ખોડા ખવાસનો ખાંચો મોંચી શેરી, નીતીનભાઇ ભરતભાઇ બાંભવા જાતે ભરવાડ (૨૫) ધંધો.મજુરી રહે.મણીમંદીર પાસે ભરવાડ શેરી, જયરાજભાઇ ભુપતભાઇ ગોહીલ જાતે ખવાસ (૨૩) ધંધો નોકરી રહે.મોચી શેરી ખોડા ખવાસનો ખાંચો, ઉત્તમભાઇ નીતીનભાઇ મકવાણા જાતે ખવાસ (ર૦) ધંધો.નોકરી રહે.ખોડા ખવાસનો ખાંચો મોચી શેરી અને રૂત્વીક હરેશભાઇ ટોયટા જાતે ભરવાડ (૨૨) ધંધો ટ્રાસપોર્ટ રહે.મોચી શેરી ખોડા ખવાસનો ખાંચો ગંજીપતાના પાના અને પૈસા વડે રોન પોલીસનો તીન પતીનો હારજીતનો જુગાર રમતા મળી આવતા રોકડા રૂ.૧૧,૪૫૦ સાથે તમામની ધરપકડ કરવામાં  આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા રવિરાજસિંહ છત્રસિંહ ઝાલા નામના ૩૦ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલ દ્વારા તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા મારામારીના બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જુના જાંબુડીયા ગામના પુલ નજીક આવેલ કંશીલ કારખાના નજીક રહેતા ડાયાભાઈ ફકીરભાઈ રાવલ નામના ૬૪ વર્ષના વૃદ્ધને જાંબુડીયાના પુલ નજીક વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા આ અકસ્માત બનાવની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News