મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાં ત્રણ વ્યક્તિને હોકી વડે માર મારનારા બે સગા ભાઈની ધરપકડ


SHARE







મોરબીના કાલિકા પ્લોટમાં ત્રણ વ્યક્તિને હોકી વડે માર મારનારા બે સગા ભાઈની ધરપકડ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાન સહિતના ત્રણ વ્યક્તિઓને બેફામ ગાળો આપી હતી અને હોકી વડે માર માર્યો હતો જેથી કરીને ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં કાલિકા પ્લોટમાં રહેતા લોપારામ કાનારામ મીના જાતે ઠાકૂર (૨૮)એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સત્યદિપસિંહ દિલીપસિંહ જાડેજા અને જયવીરસિંહ દિલીપસિંહ જાડેજા રહે. બંને કાલિકા પ્લોટ શેરી નં-૧ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેના ઘર પાસે આવીને બંને આરોપીઓ બેફામ ગાળો બોલતા હતા અને ત્યારે તે બહાર આવતા તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ સત્યદીપસિંહે હોકી વડે તેને ડાબા પગમાં સાથળના ભાગે માર મારીને ઈજા કરી હતી તેમજ પાર્થ તેરૈયા અને સિદ્ધાર્થ લોહારને પણ હોકી વડે અને ઢીકા પાટુનો માર મારી ગાળો આપી હતી અને બોલાચાલી કરી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં આરોપી સત્યદિપસિંહ દિલીપસિંહ જાડેજા (૨૭) અને જયવીરસિંહ દિલીપસિંહ જાડેજા (૨૨) રહે. બંને મોમાઈ કૃપા કાલિકા પ્લોટ શેરી નં-૧ વાળાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.એ. ઝાલા દ્વારા ધરપકડ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
રાજકોટના રહેવાસી આયુષ સંજયભાઈ મગથરીયા (૨૧) મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ શનાળા ગામ પાસે શક્તિ માતાજીના મંદિર નજીક હતો તારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થયે હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News