મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમના પાળા પાસે યુવાને લાકડી વડે માર મારનારા આરોપીની ધરપકડ


SHARE









મોરબીના મચ્છુ-૨ ડેમના પાળા પાસે યુવાને લાકડી વડે માર મારનારા આરોપીની ધરપકડ

મોરબીના લીલાપર રોડ ઉપર ગિરનારી આશ્રમની બાજુમાં રહેતો યુવાન મચ્છુ ડેમના પાળા ઉપરથી ચાલીને જતો હતો ત્યારે ત્યાં સ્કૂટર લઈને આવેલ શખ્સ દ્વારા “તું આ બાજુ દેખાતો નહીં તારે આ બાજુ આવવું નહીં” તેમ કહીને તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ગાળો દેવામાં આવી હતી જેથી ગાળો દેવાની ના કહેતા આ શખ્સે લાકડી વડે યુવાને માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાતોદડ વાવડીના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ગિરનારી આશ્રમની બાજુમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ માવજીભાઈ વેગડા (૩૧)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી અને તેના પત્ની શિલ્પાબેન નવા ગામની સીમમાં આવેલ લેનેક્ષા કારખાનામાં કામે જતા હોય કારખાનેથી રિક્ષામાં ઘરે જવા માટે શિલ્પાબેનને બેસાડીને ફરિયાદીએ ત્યાં આવેલ ઈંડાની લારીએથી ઈંડા લીધા હતા અને ડેમનો પાળો ચડતો હતો ત્યારે ત્યાં સ્કૂટર લઈને આરોપી કિરણ ઉર્ફે બેબલો અને તેની સાથે એક શખ્સ ત્યાં આવ્યા હતા અને કિરણએ વગર વાગે ફરિયાદી યુવાને ગાળો આપી હતી ત્યારે ગાળો દેવાની ના પાડતા તેણે લાકડી વડે ફરિયાદીને હાથે પગે અને પીઠના ભાગે માર માર્યો હતો અને કહ્યું હતું કે “તું આ બાજુ હવે દેખાતો નહીં તારે આ બાજુ આવવાનું નહીં” તેમ કહીને તેને માર મારીને કિરણ અને તેની સાથે આવેલ શખ્સ ત્યાંથી ચાલ્યા ગયા હતા ત્યારબાદ યુવાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪ અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ કેસમાં પોલીસે આરોપી કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામા જાતે કોળી (૨૬) રહે. લીલપર ચોકડી પાસે વાળાની ધરપકડ કરેલ છે

સાપ કરડી ગયો
મોરબી તાલુકાના પીપળીયા ચોકડી પાસે રહેતી નિયામતબેન રજાકભાઈ (૧૪) નામની બાળકીને માળીયા તાલુકાના વર્ષામેડી ગામે હતી ત્યારે ત્યાં સાપ કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનવાની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અબનાવણી નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવાની માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવા માટેની તજવીજ શરૂ કરી છે




Latest News