મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે પાણી ભરવા બાબતે યુવાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરનાર આરોપીની ધરપકડ


SHARE









ટંકારાના નેકનામ ગામે પાણી ભરવા બાબતે યુવાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરનાર આરોપીની ધરપકડ

ટંકારા તાલુકાના નેકનામ ગામના ગ્રામ પંચાયત પાસે આવેલ આરો પ્લાન્ટમાં પાણી ભરવા માટે ગયેલા યુવાનને આ સુવર્ણોનું પાણીનું પરબ છે તમારે અહીંયા પાણી ભરવા આવું નહીં તેવું કહીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો અને જપાજપી કરીને માર માર્યો હતો જેથી યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારા મારી, લૂંટ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના નેકનામ ગામે રહેતા પરેશભાઈ ખેંગારભાઈ ચાવડા જાતે અનુ. જાતી (૪૦)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છત્રપાલસિંહ ઉર્ફે સત્તો ઇન્દુભા ઝાલા રહે, નેકનામ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેનો દીકરો મેહુલ નેકનામ ગામે આવેલ પાણીના પરબે આરો પ્લાન્ટનું પાણી ભરવા માટે થઈને ગયો હતો ત્યારે આરોપીએ ત્યાં આવીને ફરિયાદીના દીકરા મેહુલને વાળ પકડીને દિવાલ સાથે માથું ભટકાડીને માર મારીને ઇજા કરી હતી ત્યારે ફરિયાદી પોતાના દીકરા મેહુલને કેરબા સાયકલમાં રખાવા જતાં આરોપી તેના દીકરાને માર મારતો હોય તે તેને છોડવા માટે તેને વચ્ચે પડીને તમે મારા દીકરાને શા માટે મારો છો તેવું પૂછતા આરોપીએ કહ્યું હતું કે, “આ સુવર્ણનું પાણીનું પરબ છે તમારે અહીં પાણી ભરવા આવું નહીં” તેવું કહી જ્ઞાતિ પ્રત્યે હધડૂત કરી ફરિયાદી સાથે ઝપાઝપી કરીને તેના ખિસ્સામાં રહેલ રોકડા ૧૨૦૦ ની લૂંટ કરી નાસી ગયેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૩૯૨ અને એટ્રોસિટીની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આરોપી છત્રપાલસિંહ ઉર્ફે સત્તો ઇન્દુભા ઝાલા (૨૩) રહે, નેકનામ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મોટા દહીસરા ગામ પાસેથી બાઈક પસાર થઈ રહયું હતું ત્યારે તે બાઈકમાં બેઠેલ મોરબીના બોડકી ગામે રહેતો રોહિત મનસુખભાઈ લાલવાણી (૧૫) નામનો બાળક નીચે પટકાયો હતો જેથી કરીને ઇજા થવાથી બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ માળીયા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરેલ છે




Latest News