મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: ૧૯ જુગારી પકડાયા


SHARE







મોરબી-વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: ૧૯ જુગારી પકડાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ચામુંડાનગરમાં એક અને વાંકાનેર શહેરના જુદા જુદા બે વિસ્તારમાં જુગારની બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૯ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૪૪૨૦૦ ની રોકડ કબજે કરેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદા જુદા ત્રણ ગુના નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાસે આવેલ ચામુંડાનગરમાં મંદિર સામેની શેરીમાં રહેતા સુધીરભાઈ સોલંકીના ઘરમાં જુગાર રમતા હોવાની બી ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ઘરધણી સુધીરભાઈ ડાયાભાઈ સોલંકી (૪૫), દેવજીભાઈ મોતીભાઈ મકવાણા (૪૦), પંકજભાઈ ઉર્ફે પીન્ટુભાઇ બાલુભાઈ સોલંકી (૨૪) અને પ્રવીણભાઈ ટપુભાઈ પરમાર (૪૪) રહે. બધા ચામુંડાનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૨૯૫૦ ની રોકડ કબજે કરી હતી

વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મનગરની શેરીમાં લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વશરામભાઈ નાજાભાઇ દેગડા (૫૩), ભાવેશભાઈ દિનેશભાઈ મકવાણા (૨૬), મંગળભાઈ રાજુભાઈ ગાંગડ (૨૧), શૈલેષભાઈ જેસાભાઈ કોબૈયા (૨૨), મયુરભાઈ મગનભાઈ સોલંકી (૪૦) અને સુરેશભાઈ વશરામભાઈ દેગડા (૩૦) રહે. બધા ધર્મનગર વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૭૫૦૦ ની રોકડ કબજે કરી હતી

વાંકાનેરના નવાપરા જીઆઇડીસીમાં અજવાળે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી યસભાઈ વિવેકભાઈ મારું (૨૩), યસભાઈ પ્રકાશભાઈ બારભાયા (૨૩), દીપાભાઇ રમેશભાઈ દાદલ (૨૧), બુરાનભાઈ હુસેનભાઇ હાથી (૨૫), નિકુંજભાઈ સંજયભાઈ સોઢા (૨૪), અજીતભાઈ મુસ્તુફાભાઈ સરાવાળા (૨૬), ઋષિભાઈ દિનેશભાઈ જોબનપુત્રા (૨૬), લાલાભાઇ વજેરામભાઈ મઢવી (૩૮) અને ઓમભાઇ વિવેકભાઈ મારુ (૩૦) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૩૭૫૦ ની રોકડ કબજે કરેલ છે






Latest News