27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ
Breaking news
Morbi Today

મોરબી-હળવદ શહેરમાંથી એક-એક બાઈકની ચોરી


SHARE













મોરબી-હળવદ શહેરમાંથી એક-એક બાઈકની ચોરી

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનમાં પ્લેટ ફોર્મ નં-૩ અને ૪ પાસે પાર્ક કરેલા બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૪૦ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થયેલ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ છાત્રાલય રોડ પાસે કુબેર એપાર્ટમેન્ટ બ્લોક નં-૬૦૧ માં રહેતા હેપીભાઈ નાનજીભાઈ ગડારા જાતે પટેલ (૨૭)એ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ અને ચારની વચ્ચે પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ ઇ ૭૪૨૦ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૪૦,૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક ચોરી

હળવદમાં દેના બેન્ક પાસે આવેલ નીલકંઠ ઝેરોક્ષની દુકાન સામે નવા વેગડવાઓ ગામે રહેતા અને ખેતી કામ કરતા હસમુખભાઈ ધરમશીભાઈ કંઝારીયા જાતે દલવાડી (૩૮)એ પોતાનું બાઈક નંબર જીજે ૧૩ એ ૦૯૬૬ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી દસ હજાર રૂપિયાની કિંમતના બાઈકની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હોવાથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News