મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બહેનના ઘરે આવેલા ભાઇનું હાર્ટ એટેકથી મોત


SHARE









મોરબીમાં બહેનના ઘરે આવેલા ભાઇનું હાર્ટ એટેકથી મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પાવન પાર્ક સોસાયટીમાં બહેનના ઘરે આવેલ ભાઈ ન્હાવા માટે જતો હતો ત્યારે ચક્કર આવતા તે નીચે પડી ગયો હતો અને બેભાન થઈ ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને યુવાનનું મોત નીપજયું હોવાનું જાહેર કર્યું હતું જેથી આ બનાવની મૃતકના પરિવારજનો દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના મનાવર તાલુકાના જાટપુરનો રહેવાસી મિથુન ઉર્ફે જીતુ દેવસિંગ મૌર્ય જાતે અનુ. જનજાતિ (૩૫) નામનો યુવાન મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પાવન પાર્કમાં રહેતા તેના ધર્મના માનેલા બહેન શારદાબેન વાલજીભાઈ સોલંકીના ઘરે આવ્યો હતો અને ત્યાં તે ન્હાવા માટે જઈ રહ્યો હતો ત્યારે એકદમ તેને ચક્કર આવતા તે જમીન ઉપર નીચે પટકાયો હતો અને બેભાન થઈ ગયો હતો જેથી કરીને બેભાન હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પદમસિંગ ફુલસિંગભાઈ મૌર્ય જાતે અનુ. જન જાતિ (૫૫) મૂળ એમપી વાળા લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને હાર્ટ અટેકથી યુવાનનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું જેથી કરીને પદમસિંગ મૌર્ય દ્વારા આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક સ્લીપ
મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા કાનજીભાઈ પ્રેમજીભાઈ પડસુંબીયા (૭૫) નામના વૃદ્ધ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે બગથળા અને કાંતિપુર વચ્ચે ગેસ એજન્સી પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં તેને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે




Latest News