મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ઘરના બાથરૂમમાં પડી જતાં કપાળમાં ઇજા થવાથી વૃદ્ધનું મોત


SHARE







મોરબીના રવાપર ગામે ઘરના બાથરૂમમાં પડી જતાં કપાળમાં ઇજા થવાથી વૃદ્ધનું મોત

મોરબી નજીકના રવાપર ગામે આવેલ ભૂમિ ભક્તિ સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ બાથરૂમમાં પડી જતા તેને કપાળના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે આવેલ ભૂમિ ભક્તિ સોસાયટીમાં અમૃત હાઈટસ નામના એપાર્ટમેન્ટમાં રહેતા નટવરલાલ સાગરચંદ ગામી જાતે પટેલ  (૭૨) પોતે પોતાના ઘરે હતા ત્યારે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં બાથરૂમમાં ચક્કર આવતા પડી ગયા હતા જેથી કરીને તેઓને માથામાં કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં ગાંધી ચોક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે રહેતા હરીસિંગ પન્નાલાલ આદિવાસી (૬૨) નામના વૃદ્ધને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના બેલા આમરણ ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યાં રહેતા સકીનાબેન આદમભાઈ કટિયા (૪૨) નામની મહિલાને ઇજાઓ થઈ હતી જેથી મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના લાલપર ગામ પાસે સીરામીક સીટીમાં રહેતા અરૂણભાઇ ધરભવન કુશવાહ (૩૧) નામનો યુવાન લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રોપોલો સિરામિક કારખાના તરફ જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં તે યુવાનને ઇજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News