મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

સી.આર. પાટીલ પાસે ખંડણી માંગનારા શખ્સની મોરબીની હોટલોમાં ખોટા નામ-આધાર કાર્ડથી રોકાણના ગુનામાં ધરપકડ


SHARE









 

સી.આર. પાટીલ પાસે ખંડણી માંગનારા શખ્સની મોરબીની હોટલોમાં ખોટા નામ-આધાર કાર્ડથી રોકાણના ગુનામાં ધરપકડ

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલને બદનામ કરવા માટે વિવિધ પ્રકારના ષડયંત્રો થઈ રહ્યાં છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસે ૮ કરોડની ખંડણી માગનાર શખ્સ મોરબીની હોટલોમાં ખોટા આધાર કાર્ડ રજૂ કરીને ખોટું નામ ધારણ કરીને રોકાયો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના સરધાર ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રાધાસ્વામી રો-હાઉસ ચાણક્યપુરી ખાતે રહેતા જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫) અને વિજયસિંહ રાજપુત તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં પોલીસે જણાવ્યું હતું કે, જિનેન્દ્ર શાહ પોતાની સાચી ઓળખ છુપાવીને મોરબીના જેલ રોડ ઉપર આવેલ જે.કે. હોટલ તથા શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે રોકાયો હતો અને ત્યારે તેણે નિલેશ નારણભાઈ પોશિયા રહે. જુનાગઢ વાળાનું આધાર કાર્ડ રજૂ કર્યું હતું અને ખોટું નામ ધારણ કરીને તથા ખોટું આધાર કાર્ડ રજૂ કરીને નિલેશ પોશિયાના નામથી જ તેણે સહી પણ કરી હતી અને આઈડી પ્રૂફ પોતાના નહીં હોવાનું જાણતો હોવા છતાં પણ પોતાની ઓળખ છુપાવવા માટે થઈને આ શખ્સ દ્વારા ખોટા નામે હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા હતા અને ત્યાં રોકાણ કરવામાં આવ્યું હતું અને આઈડી પ્રૂફની વ્યવસ્થા તેને વિજયસિંહ રાજપુત દ્વારા કરી આપવામાં આવી હતી જેથી હોટલના રજીસ્ટરોમાં ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખોટી સહી કરી અને રૂમ ભાડે રાખવામાં આવ્યા હતા અને ત્યાં રોકાણ કરવામાં આવ્યું હતું માટે જમ ભાડે રાખનાર તથા ખોટા આઇડી પ્રૂફની વ્યવસ્થા કરી આપનાર અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૨૧૨, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ બી, ૩૪ મુજબ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫) રહે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રાધાસ્વામી રો-હાઉસ ચાણક્યપુરી વાળાનો સુરતથી કબ્જો લઈને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ શખ્સે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસે ૮ કરોડની ખંડણી માંગી હતી જેની પણ તપાસ ચાલી રહી છે




Latest News