મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યએ સ્પા માટે  કરેલ ટકોર બાદ પોલીસ દોડતી: લખધીરપુર રોડે સ્પામાંથી ત્રણ આરોપી ત્રણ મહીલા સાથે પકડાયા


SHARE















મોરબીના ધારાસભ્યએ સ્પા માટે  કરેલ ટકોર બાદ પોલીસ દોડતી: લખધીરપુર રોડે સ્પામાંથી ત્રણ આરોપી ત્રણ મહીલા સાથે પકડાયા

મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય દ્વારા તાજેતરમાં જ મોરબી શહેર અને આસપાસના વિસ્તારો તેમજ જીલ્લામાં ચાલતા સ્પા અને તેની અંદર આવતા ગ્રાહકોના બનાવી લેવાતા વિડીયો અને ત્યારબાદ પડાવવામાં આવતી ખંડણીના પૈસા બાબતે સ્ફોટક નિવેદન આપવામાં આવ્યું હતું.જેના પગલે અગાઉ ક્યારેય ગંભીર નહીં બનેલી પોલીસ તાત્કાલિક દોડતી થઈ ગઈ હતી અને મોરબીના જેતપર રોડ સહિતના અનેક વિસ્તારોમાં સ્પા ઉપર ચેકીંગો કરવામાં આવ્યા હતા અને નીલ રેડ કરવામાં આવી હતી.તે દરમિયાનમાં મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ જવાના રસ્તે હોટલની બાજુમાં શોપીંગ સેન્ટરમાં આવેલ ટોકીયો સ્પા અને મસાજ પાર્લરમાં રેડ કરીને ત્યાંથી સ્પા ચલાવતા મુખ્ય ઇસમ સહિત કુલ ત્રણ ઇસમો ત્રણ મહિલાઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને રોકડ રકમ, મોબાઈલ અને કોન્ડમ મળી આવતા મુદામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીમા ઝડપથી પૈસાદાર બનવા માટે યેનકેન પ્રકારે કોઈને સીસામાં ઉતારવાની અને બુચ મારવાની હિનવૃત્તિ છેલ્લા કેટલાક વર્ષોમાં ફૂલીફાલી છે જેમાં યેનકેન પ્રકારે મહિલાઓને આગળ ધરીને સામેવાળાઓને કોઇપણ ભોગે પાડી દેવાની અથવા તો નાણાકીય રીતે આર્થિક લાભ મેળવવાની હિન્ન પ્રવૃત્તિ મોરબીમાં વેગવંતી બની છે.મોરબીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લાખો નહીં કરોડોના તોડ આ સ્ટેરજી મુજબ કરવામાં આવ્યા હોવાનું ચોકેને ચોંટે ચર્ચાઇ છે અને તે અંગે મોરબીના ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયાએ પણ પોતાના નિવેદનમાં સ્પા સહિતની અનૈતિક પ્રવૃત્તિઓ અને તેમાં વિડીયા બનાવીને પાંચ પાંચ કરોડ રૂપિયાના તોડ થતા હોવાનુ નિવેદનમાં જણાવ્યું હતું.દરમિયાનમાં વધુ એક વખત ધારાસભ્યએ બે દિવસ પહેલા મોરબીના સીટી વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર સ્પા અથવા તો સ્પાના નામે ચાલતા કુટણખાના અંગે સ્ફોટક નિવેદન આપ્યું હતું.તેમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોવાની અને "પાવડર" સહિતની વસ્તુઓ પણ વેચાતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને આ બાબતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મીટીંગ પણ યોજવામાં આવી હતી અને તેના પડઘા સ્વરૂપે મોરબીના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પોલીસ સ્ટેશનના હદમાં અનેક સ્પામા ચેકિંગની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.જોકે અનેક જગ્યાઓએ નીલરેડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જ્યારે મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના મહિલા પીએસઆઇ વંદનાબેન વાઘેલાએ સ્ટાફ સાથે રેડ કરી હતી જ્યાં વાંકાનેર હાઇવે ઉપરથી લખધીરપુર રોડ જવાના રસ્તે કોમ્પ્લેક્સની અંદર ચાલતા ટોકિયો સ્પા અને મસાજ પાર્લરમાં રેડ કરી હતી જ્યાં સ્પા ચલાવતો વિપુલ રામઆશ્રય પાંડે જાતે બ્રાહ્મણ (૨૯) હાલ રહે.યમુનાનગર શેરી નંબર-૩ નવલખી રોડ મોરબી મૂળ રહે ફતેઇપુર બારકુંજ દેવળીયા મદનપુર થાના ઉત્તરપ્રદેશ વાળો મળી આવ્યો હતો.તેણે તેને ત્યાં સાગર મનસુખ સારલા જાતે કોળી (૨૨) રહે.યમુનાનગર નવલખી રોડ મોરબી તેમજ જીવણ બચુ ચાવડા જાતે કોળી (૩૨) રહે.લાલપર રબારીવાસ જગાભાઈ રબારીના મકાનમાં ભાડે તાલુકો જીલ્લો મોરબી મૂળ રહે હરીપર તાલુકો માળીયા જી.મોરબી વાળાઓને પોતાના સ્થાની અંદર મદદ માટે નોકરીએ રાખ્યા હતા અને ગ્રાહકો શોધવા માટે કામે રાખ્યા હતા.તેઓ બહારથી મહિલાઓને બોલાવીને સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીર સુખ માણવાની સગવળતાઓ પૂરી પાડી કુટણખાનું ચલાવતા મળી આવ્યા હોય ઉપરોક્ત ત્રણેય ઇસમોની રોકડા રૂા.૧૦,૬૫૦ તથા ચાર મોબાઇલ કિંમત રૂપિયા ૫૫૦૦ અને આઠ કોન્ડમ એમ કુલ મળીને રૂપિયા ૧૬,૧૫૦ ના મુદ્દામાલ સાથે હાલમાં ટોકીઓ સ્પા એન્ડ મસાજ પાર્લરના વિપુલ રામઆશ્રય પાંડે, સાગર કોળી અને જીવણ કોળી ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણેયની સામે ટ્રાફિક ઈમોરલ પ્રીવેન્શન એકટની જુદીજુદી કલમો હેઠળ તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો છે જેની આગળની તપાસ તાલુકા પીએસઆઇ વી.જી.જેઠવા ચલાવી રહ્યા છે.

વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પોલીસને મળેલ બાતમીના આધારે ડમી ગ્રાહકને ઉપરોક્ત સ્થળે મોકલ્યો હતો અને ત્યાં ઉપરોક્ત બાબત જણાતા હાલમાં સ્પા ચલાવતો શખ્સ તથા તેને મદદમાં રહેલા બે ઇસમોની ધરપકડ કરવામાં આવેલી છે અને સાથે સ્થળ ઉપરથી ત્રણ મહિલાઓ પણ હસ્તગત કરી તેઓને સાહેદ બનાવી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News