મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ખાનગી શાળા-પોલીસે નબળા પરિવારના બે બાળકોની ફી માટેની વ્યવસ્થા કરી


SHARE









મોરબીમાં ખાનગી શાળા-પોલીસે નબળા પરિવારના બે બાળકોની ફી માટેની વ્યવસ્થા કરી

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ ટીમ કામ કરી રહી છે ત્યારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એ. દેકાવાડીયાના સુપરવિઝન હેઠળ એક મહિલા (નામ જાહેર કરેલ નથી) પોતાના બાળકો દિકરો ધો.૫ તથા દિકરી ધો. ૭ માં મોરબી જ્ઞાન જ્યોત પ્રા.શાળા તથા શ્રેયસ વિધાલયમાં અભ્યાસ કરે છે અને કોરોના રોગચાળાના કારણસર છેલ્લા ૨ વર્ષથી આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણસર સ્કુલની કુલ ૨૮,૦૦૦ જેટલી હતી જે ભરી શકતા ન હોય અને પોતાના બાળકોનું અભ્યાસમાં ભવિષ્ય બગડે નહીં જે માટે પોલીસ મદદ મળે તે હેતુથી પોલીસ સ્ટેશને આવ્યા હતા ને ત્યારે સી-ટીમને સુચના કરતા સી-ટીમના કિર્તીસિંહ બહાદુરસિંહ જાડેજાએ અરજદાર મહિલાને સાંભળી સ્કુલના પ્રિન્સીપલ જયોતિબેન પી.સોલંકીને મળ્યા હતા અને મહિલાને બને તેટલી મદદ કરવા કહ્યું હતું ત્યારે શાળાના પ્રિન્સિપાલે ફિ માં ૧૨,૦૦૦ નો ઘટાડો કરી આપ્યો હતો અને બાકીના ફીના રૂપિયા બાબતે કિર્તીસિંહએ મહિલાના સમાજના આગેવાન તુલસીભાઇ ચતુરભાઇ પાટડીયા તથા વિપુલભાઇ રમેશભાઇ ગણેશીયાને મળી ૮,૦૦૦ નો સહયોગ તેમજ બાકીના ૨,૦૦૦ મોરબી સીટી બી ડિવિઝન સી-ટીમે અને અરજદાર મહિલાએ ૪,૦૦૦ ભરવા તૈયારી બતાવતા કુલ ૧૪,૦૦૦ સ્કુલમાં ચુકવી આપીને બે બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા કરી હતી




Latest News