મોરબીમાં ખાનગી શાળા-પોલીસે નબળા પરિવારના બે બાળકોની ફી માટેની વ્યવસ્થા કરી
પાટણના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં મોરબી એસોજીએ રવાપર ગામેથી શખ્સને ઉઠાવ્યો
SHARE
પાટણના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં મોરબી એસોજીએ રવાપર ગામેથી શખ્સને ઉઠાવ્યો
મોરબી એસઓજીના પીઆઈ એમ.પી.પંડ્યા તથા સ્થાફના આશીફભાઇ રાઉમા, ભાવેશભાઇ મિયાત્રા, સામતભાઈ, કમલેશભાઈ બાંભણિયા સહિતના દ્વારા વોચ ગોઠવીને મોરબીના રવાપર ગામે ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટ પાસેથી હર્ષદ લક્ષ્મણભાઇ એરણીયા જાતે પટેલ (ઉમર ૩૯) રહે. ૪૦૧-રાજધાની અપાર્ટમેન્ટ સાનિધ્ય પાર્ક રવાપર રોડ મોરબીને પકડવામાં આવ્યો હતો અને કલમ ૪૧(૧) આઇ મુજબ તેને હસ્તગત કરીને પાટણના સાંતલપુર પોલીસ હવાલે કરવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે
વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વર્ષ ૨૦૨૨ માં પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે કલમ ૩૭૯, ૪૦૧, ૧૨૦(બી) સહીતની કલમો હેઠળ કોલસા ચોરીનો ગુનો નોંધાયો હતો અને તે ગુનામાં મોરબીના હર્ષદ લક્ષ્મણ એરણીયાની સંડોવણી ખુલી હતી અને તે છેલ્લા કેટલાક સમયથી ત્યાં પાટણના સાંતલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો હોવાથી બાતમી મળતા મોરબી એસઓજીના સ્ટાફે તેને મોરબીના રવાપર ગામે આવેલ કેપિટલ માર્કેટ ખાતેથી પકડી પાડ્યો હતો અને આગળની તપાસ માટે હાલ તેને સાંતલપુર પોલીસ હવાલે કરવામાં આવતા તેને હાલ પાટણ જેલ હવાલે કરાયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મારામારીના બનાવમાં ધરપકડ
મોરબીના રાજપર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જમવાનું બરોબર બનાવ્યું નથી તેમ કહીને પતિ દ્રારા પત્નીને માર મારવાનો બનાવ બન્યો હતો.જેમાં ભોગ બનેલ પરિણીતા જ્યોતિબેન પીન્ટુભાઇ મારવાણીયા (૨૯) હાલ રહે.રાજપર રોડ મારૂતિનંદન સોસાયટી મૂળ રહે.રાજપર એ પોતાના પતિ પીન્ટુ નાનજી મારવાણીયા સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે "તું જમવાનું બરોબર બનાવતી નથી" તેમ કહીને બોલાચારી કર્યા બાદ તેણીને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં હાલમાં તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ નેહલબેન ખડિયા દ્વારા પત્નીને માર મારનાર પીન્ટુ ઉર્ફે બકો નાનજીભાઈ મારવાણીયા (ઉમર ૩૩) રહે. રાજપર તા.જી. મોરબીની મારામારીના બનાવમાં ધરપકડ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી તાલુકાના રાજપર ગામના રસિકભાઈ નાનજીભાઈ રંગપરિયા નામના ૪૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી.જેથી તેમને ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.તેઓ એરીડા એસીપી શીટ નામના કારખાના બાજુથી પરત રાજપર બાજુ જતા હતા ત્યારે રસ્તામાં આરત પોલીપેકના વણાંક પાસે તેમના બાઇકની સાથે ખૂંટીયો અથડાતા સર્જાયેલ બનાવમાં રસિકભાઈ રંગપરિયાને ઇજા થતા સારવાર માટે લઈ જવાયા હતા.