મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યનો ઓડિયો વાઇરલ કરનારને માર મારવાના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં ધારાસભ્યનો ઓડિયો વાઇરલ કરનારને માર મારવાના ગુનામાં એક આરોપીની ધરપકડ

મોરબી પંથકમાં થોડા સમય પહેલા ધારાસભ્યનો એક ઓડિયો વાયરલ થયેલ હતો જેમાં માળિયા તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય વાતચીત કરતા હતા અને ત્યાર બાદ ઓડિયોમાં વાત કરી રહેલા માળિયા મીયાણા તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખને માર મારવામાં આવ્યો હતો જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે પાલિકાના પૂર્વ પ્રમુખના દીકરાની ધરપકડ કરી હતી અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રવાપર સીડેન્સી હરીદર્શન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૭૦૨ માં રહેતા પ્રજ્ઞેશભાઇ ઉર્ફે રઘો રમેશભાઇ ગોઠી જાતે પટેલ (૩૨)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને અમીતભાઇ દેવાભાઇ અવાડીયા રહે. ભકિતનગર સર્કલ મોરબી તેમજ તેની સાથે આવેલા અજાણ્યા સાતથી આઠ શખ્સોની સામે થોડા સમય પહેલા ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેતેને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે ફોન ઉપર વાત કરી હતી જે ઓડિયો મોરબીના સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જે સોશીયલ મીડીયામાં વાયરલ થવામાં અમિતભાઈ દેવાભાઇ અવાડિયાનુ નામ જાહેર નહીં કરવા બાબતે ફરિયાદીને રૂબરૂમાં ધમકી આપી હતી ત્યાર બાદ રવાપર ચોકડીએ તેને બોલાવીને અમિતભાઈ અને તેની સાથે અજાણ્યા શખ્સોધોકા તથા પાઇપ વડે માર માર્યો હતો જેની યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રાયોટિંગ સહિતની કલમ ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી દરમ્યાન આરોપી અમીતભાઇ દેવાભાઇ અવાડીયા જાતે આહિર (૨૧) રહે.ધર્મસૃષ્ટિ સોસાયટી ભકિતનગર સર્કલ મોરબી વાળાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એન. ભટ્ટ અને તેની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી જો કે, તેને કોર્ટમાંથી આગોતરા જામીન મળેલા હોય કોર્ટના હુલ્મ મુજબ જામીન મુક્ત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી






Latest News