મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં મારી માટી, મારો દેશ અંતર્ગત નાગરિકો  સેલ્ફી ફોટો વેબસાઈટ પર અપલોડ કરી શકશે


SHARE









મોરબીમાં મારી માટી, મારો દેશ અંતર્ગત નાગરિકો  સેલ્ફી ફોટો વેબસાઈટ પર અપલોડ કરી શકશે

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 'મારી માટી, મારો દેશ' કાર્યક્રમોનો આરંભ થઈ ચૂક્યો છે. માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવ માટે શહીદ થયેલા વીરોને નમન કરીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ માતૃભૂમિને વંદન કરવા માટે દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "મારી માટી, મારો દેશ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતકક્ષા એથી માંડીને દેશની રાજધાની દિલ્હી સુધી વિવિધ કાર્યક્રમોનું લોકભાગીદારી સાથે આયોજન કરીને વીર શહીદોને યાદ કરવામાં આવશે. મોરબીમાં વિવિધ કાર્યક્રમો થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા લોકોને પ્રેરિત કરવામાં આવશે.

આ કાર્યક્રમો દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવના પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટીના દીવડા લઈને કરશે. લોકો પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/step પર અપલોડ કરી શકશે અને પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકાશે. નાગરિકો પોતાના ગામમાં, તાલુકા અને શહેરમાં યોજાનાર કાર્યક્રમમાં જોડાઈ સેલ્ફી સ્ટેન્ડ પાસે દીવો લઈને સેલ્ફી ક્લિક કરી આ વેબસાઈટ પર અપલોડ કરી રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ દર્શાવી શકે છે. આ અંગેની વિગતો https://yuva.gov.in/ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. શહેરોથી લઈ ગામડાઓ સુધી લોકો "મારી માટી, મારો દેશ" કેમ્પેઈનમાં જોડાઈને દેશના સ્વંતત્રતા અપાવનારા વીરોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પે એવું આયોજન કરવામાં આવ્યું છે. સૌ મોરબીના નગરજનો પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પાંચ પ્રણની પ્રતિજ્ઞા, માટી અને દીવા સાથે સેલ્ફી લેવા જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી આ અભિયાનમાં જોડાઇ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકે છે.






Latest News