મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચંદ્રપુરના નાલા પાસેથી એક શખ્સ તમંચા સાથે પકડાયો


SHARE







વાંકાનેરમાં ચંદ્રપુરના નાલા પાસેથી એક શખ્સ તમંચા સાથે પકડાયો
 
વાંકાનેર નેશનલ હાઇવે ચંદ્રપુર ગામના નાલા પાસે આવેલ સ્ટાર પ્લાજા કોમ્પ્લેક્ષ પાસેથી એક પરપ્રાંતિય  શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેથી કરીને મોરબી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા તેને પકડીને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબી જિલ્લા એસ.ઓ.જી. ની ટિમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા ભાવેશભાઇ માવાભાઇ મિયાત્રાને બાતમી મળેલ કે, વાંકાનેર નેશનલ હાઇવે સ્ટાર પ્લાજા ચંદ્રપુરના નાલા પાસે ચેક્સવાળો શર્ટ તથા આછા બ્લુ કલરનુ જેન્સનુ પેન્ટ પહેરીને ઉભેલા શખ્સને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો મળી અવાયો હતો જેથી કરીને પોલીસે દેશી હાથ બનાવટના પ૫૦૦૦ ની કિંમતના એક તમંચા સાથે આરોપી કાલુસિંહ ઉર્ફે બલ પ્રભુસિંહ રાવત (૨૨) રહે. હાલ માર્કેટીંગ યાર્ડ મોરબી મુળ રહે. બાર રાજસમંદ રાજસ્થાન વાળની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ફરિયાદ નોંધાવેલ છે આ કામગીરી એસ.ઑ.જી.ના પીઆઇ એમ.પી. પંડ્યા, પીએસઆઈ એમ.એસ.અંસારી તથા કે.આર કેસરીયા તેમજ રસીકભાઇ કડીવાર, ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી, શેખાભાઇ મોરી, જુવાનસિંહ રાણા, મહાવિરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ ચાણકીયા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાંચુ દ્વારા કરવામાં આવી હતી.




Latest News