રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા નજીકથી પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો


SHARE









મોરબીના ગોર ખીજડીયા નજીકથી પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામના પાટીયા પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો દરમિયાન તેની પાસેથી દેશી બનાવટનું એક હથિયાર મળી આવતા પોલીસે તેની પાસેથી પિસ્તોલ કબજે કરી હતી અને દસ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામના પાટીયા પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને ચેક કરતા તેની પાસે પેન્ટના નેફામાંથી દેશી બનાવટની મેગ્ઝીન વાળી એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦૦૦૦ ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને હથિયાર સાથે શાહરૂખખભાઈ હનીફભાઈ ચાનિયા જાતે સંધિ (૨૨) રહે. સોઓરડી વરિયા મંદિર પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News