મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની એક્ટિવા ઉપર હેરાફેરી કરતી બે મહિલા પકડાઈ


SHARE







મોરબીમાં દારૂની એક્ટિવા ઉપર હેરાફેરી કરતી બે મહિલા પકડાઈ

મોરબીના વીસીપરા વિસ્તારમાં ગર્લ્સ હાઇસ્કુલ પાસેથી એકટીવા લઈને બે મહિલા પસાર થઈ રહી હતી ત્યારે પોલીસે એક્ટિવને રોકીને ચેક કર્યું હતું ત્યારે તે મહિલાઓ પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે વાહન અને દારૂ મળીને ૪૧૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી બંને મહિલાઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર આવેલ એમ.પી, શેઠ ગર્લ્સ હાઇસ્કુલ પાસેથી એક્ટિવા લઈને બે મહિલા પસાર થઈ રહી હતી ત્યારે પોલીસે એકટીવાને રોકીને ચેક કરતાં તે મહિલાઓની પાસેથી ૫૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૦૦૦૦ નું એક્ટિવા અને ૧૦૦૦ નો દારૂ આમ કુલ મળીને ૪૧૦૦૦ ના મુદામાલ સાથે નયનાબેન સુનિલભાઈ કગથરા જાતે કોળી (૨૫) તેમજ દક્ષાબેન ગાંડુભાઈ કગથરા જાતે કોળી (૨૬) રહે બંને વેજીટેબલ રોડ લાભનગર મોરબી વાળીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા પ્રભુભાઈ ગાંડુભાઈ કઠેવાડીયા (૩૩) નામના યુવાનને મારામારીના બનાવમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ છે અને વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસેથી પાનેલી તરફ જવાના રસ્તા ઉપર આવેલા મચ્છુનગરમાં મારામારીનો બન્યો હતો જેમાં અશોકભાઈ રતાભાઇ રાઠોડ (૨૬) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે






Latest News