મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે બાઈક સવાર યુવાનને કન્ટેનર ચાલકે હડફેટ લેતા સારવારમાં


SHARE







મોરબીના ઊંચી માંડલ પાસે બાઈક સવાર યુવાનને કન્ટેનર ચાલકે હડફેટ લેતા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામેથી તળાવીયા શનાળા જતા રસ્તે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં વસ્તુ લેવા માટે બહાર નીકળેલા બાઈક સવાર યુવાનના બાઈકને કન્ટેનર ચાલાકે હડફેટે લેતા ઇજા થતા યુવાનને હાલ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ જેપુર ગામના વતની નિખિલ મણિલાલ સાણજા (ઉંમર ૨૭) નામનો યુવાન ઉંચી માંડલ ગામે રોલઝા ગ્રેનાઇટો ખાતેથી વસ્તુ લેવા માટે બહાર નીકળ્યો હતો અને ઊંચી માંડલ ગામેથી તળાવિયા શનાળા જતા રસ્તેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં કન્ટેનરના ચાલકે તેને બાઈક સહિત હડફેટે લેતા ઇજા પામેલ નિખીલ સાણજાને મોરબીની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બનાવની નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે.

ઝેરી અસર થતા સારવારમાં

મોરબી તાલુકાના માનસર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા સુનિલ સાયરસિંહ નામના ૨૩ વર્ષના યુવાનને માનસર ગામના મહેશભાઈ કેશવજીભાઈની વાડીએ વાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જે અંગે નોંધ થતા તાલુકા પોલીસ મથકમાં અર્જુનસિંહ ઝાલા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના લાતીખોટ વિસ્તારમાં શેરી નંબર-૪ માં મફતપરા વિસ્તારમાં રહેતા જેતુનબેન યુનુસભાઈ નામની ૩૮ વર્ષની મહિલા ઘરે કામ કરતી હતી ત્યારે કામ દરમિયાન કબાટનો કાચ તૂટીને હાથમાં લાગી જવાથી ઇજાઓ પહોંચી હતી જેથી તેણીને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી.જ્યારે રાજકોટના રહેવાસી સંજયભાઈ બગથરીયા નામના ૨૧ વર્ષના યુવાનને મોરબીના શનાળા ગામે શક્તિ માતાના મંદિર પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.

પરણીતા સારવારમાં

કચ્છ ગાંધીધામના એકતાનગર વિસ્તારમાં રહેતા સમીનબેન સુલેમાનભાઈ જીંગીયા નામની ૨૧ વર્ષીય મહિલાને તેના ઘરે તેના પતિ તથા સાસુ દ્વારા માર મારવામાં આવેલો હોય તેણીને વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવી હતી જે અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી હતી.






Latest News