મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

હળવદના અજીતગઢમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાસભાગ: ૪ જુગારી પકડાયા, ૪ નાસી ગયા


SHARE









હળવદના અજીતગઢમાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાસભાગ: ૪ જુગારી પકડાયા, ૪ નાસી ગયા

હળવદ તાલુકાના અજીતગઢ ગામથી ખોડ ગામ તરફ જવાના રસ્તા ઉપર સુરેશભાઈ કોરડીયાની દુકાન પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જોકે, સ્થળ ઉપરથી પોલીસે ચાર જુગારીઓને ઝડપી લઈને તેની પાસેથી ૫૨૦૦ ની રોકડ કબજે કરેલ છે અને ચાર જુગારી નાસી ગયા હોવાથી તેને પકડવા માટે થઈને તજવિજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના અજીતગઢ ગામથી ખોડ તરફ જવાના રસ્તા ઉપર સુરેશભાઈ કોરડીયાની દુકાન પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારી રેડ કરવામાં આવતા જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી અને તકનો લાભ લઈને ચાર જુગારીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા જોકે પોલીસે સ્થળ ઉપરથી સનાભાઇ અવચરભાઈ પાટડીયા (૩૦), હસમુખભાઈ જાદવજીભાઈ ચેડા (૩૩), શૈલેષભાઈ ચંદુભાઈ સાપરા (૩૦) અને હેમુભાઈ દેવાભાઈ ઈટોદરા (૪૫) રહે. બધા અજીતગઢ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૫૨૦૦ ની રોકડ કબજે કરવામાં આવેલ છે જોકે પોલીસને જોઈને નાસી છૂટેલા શખ્સોમાં શીવાભાઈ ઉર્ફે શીવો લાભુભાઈ પાટડીયા, મેહુલ ઉર્ફે મેલો ગોરધનભાઈ ભીમાણી, જગદીશભાઈ ધુળાભાઈ સાપરા અને અરવિંદભાઈ ત્રીકમભાઈ કુરિયા રહે. બધા અજીતગઢ વાળાનો સમાવેશ થાય છે જેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

દેશી દારૂ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે મોતીનગરમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી 30  લીટર દારૂ મળી આવતા પોલીસે ૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી રસિકભાઈ ભીખાભાઈ ઉચાણીયા જાતે કોળી (૬૦) રહે. દેવળિયા મોતીનગર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરેલ છે

૩૦૦ લિટર આથો

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે કોળીવાસમાં રહેતા વિપુલભાઈ મકવાણાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૦૦ લીટર આથો મળી આવતા પોલીસે ૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, આરોપી વિપુલભાઈ ઉર્ફે ભૂરો દિનેશભાઈ મકવાણા જાતે કોળી રહે. કોળી વાસ જુનાદેવળીયા વાળો ઘરે હાજર ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News