મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની બે રેડ: શનાળાના ઉપસરપંચ સહિત ૧૨ જુગારી પકડાયા, ૬ નાસી ગયા !


SHARE









મોરબીમાં જુગારની બે રેડ: શનાળાના ઉપસરપંચ સહિત ૧૨ જુગારી પકડાયા, ૬ નાસી ગયા !

મોરબી નજીકના સનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં ખોડીયાર માતાના મઢવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી અને સ્થળ ઉપરથી જુગાર રમતા પોલીસે ૬ જુગારીઓની ધરપકડ કરી હતી જોકે છ જુગારી નાસી ગયા હતા આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના ખુલ્લા ચોકમાં કરવામાં આવી હતી ત્યાંથી જુગાર રમતા છ જુગારી મળી આવ્યા હતા

જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી નજીકના શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં ખોડીયાર માતાના મઢવાળી શેરીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમતા શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી અને ત્યારે તકનો લાભ લઈને ૬ જુગારી નાસી ગયા હતા જોકે, પોલીસે સ્થળ ઉપરથી શનાળાના ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા કરણસિંહ ઝાલા, નીતિનભાઈ ભરતભાઈ હોથી, સુરેન્દ્રનગરસિંહ કરણસિંહ ઝાલા, શક્તિસિંહ જયદીપસિંહ જાડેજા, રાજુભા બાનુભા ઝાલા અને ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા રહે. બધા જ સનાળા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૪૫૨૬૦ ની રોકડ કબજે કરવામાં આવેલ છે અને પોલીસે રેડ કરી ત્યારે પોલીસને જોઈને કિરણ રામજીભાઈ ખાંભલા રહે. સનાળા, હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા રહે. ચંદ્રેશનગર મોરબી, પીન્ટુભાઇ હરેશભાઈ ખાંભલા રહે. સનાળા, ઋતુરાજસિંહ રવુભા ઝાલા રહે. સનાળા, હરપાલસિંહ મુળુભા ઝાલા રહે. સનાળા અને અક્રમભાઈ કાદરી રહે. મોરબી વાળાના નામ સામે આવતા પોલીસે નાસી ગયેલા જુગારીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબી શહેરના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના ખુલ્લા ચોકમાં કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા નીજામભાઈ સલીમભાઈ મોવર રહે. મચ્છીપીઠ મોરબી, સમીરભાઈ આરીફભાઈ કાસમાણી રહે. રણછોડનગર મોરબી, દેવરાજભાઈ મનસુખભાઈ કુંઢીયા, કાળુભાઈ નાથાભાઈ દેલવાણીયા, અલ્તાફસા કરીમશા શાહમદાર અને અજયભાઈ હંસરાજભાઈ વિકાણી રહે. બધા લીલાપર રોડ સરકારી આવાસ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦૬૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News