રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા નેત્રયજ્ઞ તેમજ ઓર્થોપેડીક કેમ્પ યોજાયો


SHARE









લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા નેત્રયજ્ઞ તેમજ ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા અનેક સેવા કાર્યો સમાજના દાતાઓના યોગદાનથી ચાલી રહયા છે.ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસેમા જયદીપ કોમ્પ્લેક્સ ખાતે ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે નેત્રયજ્ઞ અને ઓર્થોપેડિકલ કેમ્પનું આયોજન થયુ હતુ.જેનો સો થી વધારે લોકોએ લાભ લીધો હતો.આંખના મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને  ઓપરેશન માટે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા.તેમજ ઓર્થોપેડિક વિભાગમાં તપાસતા જરૂરિયાત વાળા દર્દીને ઓપરેશન માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.આ પ્રોજેકટને સફળ બનાવવા પ્રમુખ કેશુભાઈ દેત્રોજ, સેક્રેટરી ટી.સી.ફૂલતરિયા, ખજાનચી મણીભાઈ કાવર, માદેવભાઈ ચીખલીયા, નાનજીભાઈ મોરડિયા, પી.એ.કાલરીયા, રશ્મિકાબેન રૂપાલા લિયો બંસીબેન રૂપાલાએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.આ સેવા કાર્યમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછનાં પ્રથમ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઇ રૂપાલાએ ખાસ ઉપસ્થિત રહીને સેવાકાર્યમાં આર્થિક યોગદાન આપનાર સર્વે દાતાઓનો તેમજ કેમ્પ માટે વિના મૂલ્યે જગ્યા આપવા બદલ જયદીપ કોર્પોરેશન પરિવારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News