રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા


SHARE









મોરબીના પીપળી ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામે શિવ પાર્ક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા તાલુકા પોલીસની ટીમે રેડ કરી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા ચાર પતા પ્રેમીઓ મળી આવતા રોકડા રૂપિયા ૧૪,૫૦૦ સાથે ચારેયની ધરપકડ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ  મથકના પંકજભાઇ ગુઢડાને મળેલ બાતમી આધારે સ્ટાફ દ્વારા જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામ નજીકના શિવપાર્ક વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે મોડી રાત્રિના બારેક વાગ્યાના અરસામાં જુગાર રમી રહેલા મેઘરાજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા દરબાર (૨૬) રહે.હાલ શિવપાર્ક સોસાયટી મૂળ કામરોલ તા.તળાજા જી.ભાવનગર, હાર્દિક ઘનશ્યામ મંજપરા વાણંદ (૨૮) રહે.હાલ શિવપાર્ક મૂળ માલપુર તા.લીંબડી જી.સુરેન્દ્રનગર, મોહિત નારણ વાળા (૨૬) હાલ રહે.શિવપાર્ક સોસાયટી મૂળ ભડીયાદ તા.બગસરા જી.અમરેલી અને પ્રકાશ શાંતિલાલ જોશી (૪૦) રહે.હાલ શિવપાર્ક સોસાયટી મૂળ બેલા(રંગપર) તા.જી.મોરબી જાહેરમાં જુગાર રમતા મળી આવતા ચારેય સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને રોકડા રૂપિયા ૧૪,૫૦૦ સાથે ચારેયની ધરપકડ કરવામાં આવી હતી.

જાતે ગળાના ભાગે કાપો મારી દેતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઘુંટુ રોડ ઉપરના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા કૈલેષભાઈ સનાભાઇ બારૈયા નામના ૩૮ વર્ષના યુવાનને વહેલી સવારે ગળાના ભાગે છરી લાગેલી હાલતમાં સારવાર માટે શહેરના સામાકાંઠાની ખાનગી હોસ્પિટલએ સારવારમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તથા રાઇટર લાલભા ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે ઇજાગ્રસ્ત થયેલા કૈલેશભાઇ બારૈયાને ગળાના ભાગે કાપો લાગેલો હોય અને તેનું ઓપરેશન કરવામાં આવ્યુ હોવાથી હાલ કયા કારણોસર તેણે ઉપરોક્ત પગલું ભર્યું તે તપાસના વિષય છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે રહેતા સચિન ધનજીભાઈ સોલંકી નામના ૨૩ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેણે પોલીસને જણાવ્યા પ્રમાણે ઘર પાસે કોઈ બાબતે થયેલ બોલાચાલી બાદની મારામારીમાં તેને ઇજાઓ પહોંચી હતી જેથી સચિન સોલંકીને સારવાર માટે દવાખાને લવાયો હતો જે અંગે તાલુકા પોલીસમાં જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહેલ છે




Latest News