રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

હળવદ: કૌટુંબિક બહેન સાથે લફરું કરનારને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE









હળવદ: કૌટુંબિક બહેન સાથે લફરું કરનારને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો

હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા યુવાનબુ કૌટુંબિક બહેન સાથે લફરુ કરનારાને સમજાવવા માટે ગયેલા યુવાન ઉપર છરી વડે હૂલમો કરવામાં આવ્યો હતો અને તેને ગાળો આપીને પેટ, છાતી અને પાંસળીમાં ઈજા કરી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા પછી ઇજાગ્રસ્ત યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના સરંભડા ગામે ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડની વાડીએ રહેતા સંજયભાઈ ભરતભાઈ ડઢૈયા જાતે કોળી (૨૫) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અક્ષયભાઈ સુરેશભાઈ બાવળીયા, અનિલભાઈ ધીરુભાઈ ઉઘરેજા અને રમણીકભાઈ જગાભાઈ બાવળીયા રહે. ત્રણેય સરંભડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ  છે કે, અક્ષયભાઈ બાવળીયા તેની કૌટુંબીક બેન સાથે લફરું કરતો હોય “મારી કૌટુંબિક બહેન સાથે કેમ લફરું કરે છે”””” તેવું કહ્યું હતું ત્યારે ત્રણેય આરોપીઓએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને અક્ષયભાઈ બાવળિયા પાસે રહેલ છરી વડે તેણે હુમલો કરીને ફરિયાદી યુવાનને છાતી, પેટ, પાંસળી અને અંગૂઠામાં ઈજા કરી હતી જેથી તેણે સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૧૧૪ અને જીપીએફની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News