રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીના ફોનમાં ફોન કરનારા શખ્સને સમજાવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE









મોરબીમાં પત્નીના ફોનમાં ફોન કરનારા શખ્સને સમજાવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા યુવાનની પત્નીને એક શખ્સ દ્વારા અવારનવાર ફોન ઉપર ફોન કરવામાં આવતા હતા. જેની તે યુવાનને જાણ થતાં તે ફોન કરનાર શખ્સને ફોન ન કરવા માટે કહ્યું હતું ત્યારે ફોન કરનાર શખ્સે પોતાની પાસે રહેલ છરી વડે તેના ઉપર હુમલો કર્યો હતો અને ડાબા ખભાના પાછળના ભાગે છરીના ઘા માર્યા હતા તેમજ ઢીકાપાટુનો માર મારીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ પર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા મનીષભાઈ મનસુખભાઈ સાણંદિયા જાતે પટેલ (૩૦)એ હાલમાં પ્રમુખસ્વામી સોસાયટીમાં જ રહેતા દીપભાઈ રાજેન્દ્રભાઈ ગોસાઈની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, આરોપી તેની પત્નીના ફોનમાં અવારનવાર ફોન કરતો હતો અને જે બાબતની તેને જાણ થતા તે આરોપીને ફોન ન કરવાનું કહ્યું હતું ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલ છરી વડે તેના ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને ફરિયાદીને ડાબા ખભ્ભાના પાછળના ભાગમાં છરીના ઘા માર્યા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ સારવાર લઈને તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News