મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં ફોટો વિડીયો એસો. પરિવારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
મોરબીના લીલાપર-જોધપર રોડે બાઈકને મેટાડોરના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
SHARE
મોરબીના લીલાપર-જોધપર રોડે બાઈકને મેટાડોરના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીના લીલાપર જોધપર રોડે પુલ ઉપરથી બાઈક ચાલક યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આઇસર મેટાડોરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો તેમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ મૃતક યુવાનના ભાઈએ આઇસર મેટાડોરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વિશાલ ફર્નિચરની પાછળના ભાગમાં રાફડાની વાડી ખાતે રહેતા કિશોરભાઈ કરમશીભાઈ ચાવડા જાતે સતવારા (૩૧) નામનો યુવાન પોતાનું બાઈક લઈને મોરબીના લીલાપર જોધપર રોડ ઉપર આવેલ પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને આઇસર મેટાડોર નંબર જીજે ૩ એઝેડ ૦૩૮૭ ના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં કિશોરભાઈ ચાવડાને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનના મોટાભાઈ બળદેવભાઈ કરમશીભાઈ ચાવડા જાતે સતવારા (૩૬) રહે. રાફડાની વાડી સનાળા રોડ મોરબી વાળાએ આઇસર મેટાડોરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા અને મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના હજનારી ગામે રહેતા રાજેશભાઈ કાંતિભાઈ સુતરીયા (૪૦) નામનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપરથી પીપળીયા ચોકડી તરફ જઈ રહ્યો હતો ત્યારે રોકડીયા હનુમાન મંદિર પાસે બાગબાન ફાર્મ નજીક રસ્તા ઉપર તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટ લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં રાજેશભાઈ સુતરીયાને ઇજાઓ કહેવાથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર ગામ પાસે આવેલ રવાપર રેસીડેન્સી ખાતે રહેતા રશ્મિનભાઈ પ્રફુલભાઈ આકોલા (૨૩) નામનો યુવાન બાઈક લઈને મોરબીની લીલાપર ચોકડીથી રાધેશ્યામ પેપરમીલ બાજુ આગળ જઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં તે યુવાનને ઇજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે