વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે ગામમાં એક-એક યુવાને કર્યો આપઘાત હળવદના ટીકર રોડ ઉપરથી કતલખાને લઈએ જવાતા 2 પાડા-1 પાડીને બચાવ્યા: એક સામે ફરિયાદ ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી હળવદમાં પાણીનો વાલ્વ બંધ કરવા માટે અને સાફ-સફાઈ બાબતે મહિલાને દંપતી આપી જાનથી મારી નાખવાની ધમકી: હવે સામસામી ફરિયાદ મોરબીમાં જિલ્લા કક્ષાની જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ૧૫મી નવેમ્બરે કરાશે મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી શાળા ખાતે બાળકોને પ્રેક્ટીકલ જ્ઞાન માટે લાઈફ સ્કીલ મેળો યોજાયો


SHARE































ટંકારાના હરબટીયાળી શાળા ખાતે બાળકોને પ્રેક્ટીકલ જ્ઞાન માટે લાઈફ સ્કીલ મેળો યોજાયો

દર વર્ષે સરકારી સ્કૂલોમાં બાળમેળો અને લાઇફ સ્કીલ મેળો ઉજવવામાં આવે છે.તેના ભાગ રૂપે ટંકારાની હરબટીયાળી પ્રા.શાળામાં આ વર્ષે અલગ સંદેશો આપતો લાઇફ સ્કીલ મેળો યોજવામાં આવ્યો હતો.અત્યારના રેડ્ડીનેઇડ યુગમાં બધું જ તેયાર મળે છે.એટલે સુધી કે લોટ પણ રેડ્ડી મળે છે.ત્યારે આજની જનરેશનને સંદેશો આપવા માટે આ મેળામાં રોટલા બનાવવા, અનાજને સૂપડે ચડાવી સાફ કરવું, ઝાટકવું, સિલાઈ કામ કરવું , ભરત ભરવું વિગેરે જેવા અનેક સ્ટોલ ઊભા કરી આજની પેઢીને પહેલાના જમાનાની યાદ અપાવવામાં આવી હતી.આ તકે શાળાના આચાર્ય કુંદનબેન જાનીએ આયોદનમાં સહયોગી બનેલ સૌને શુભેચ્છા પાઠવી હતી.












Latest News