રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના અણીયારી ગામે ખેત તલાવડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, ઓળખ મેળવવા તજવીજ


SHARE









મોરબીના અણીયારી ગામે ખેત તલાવડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, ઓળખ મેળવવા તજવીજ

મોરબી તાલુકાના અણીયાળી ગામે ખેત તલાવડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે અને હાલ આ અજાણ્યો મૃતક યુવાન કોણ છે તેની ઓળખ મેળવવા માટે મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.

તા-૧૨ના રોજ મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમા આવેલ વાણીયારી સીમ તરીકે ઓળખાતી ભાણજીભાઇ પ્રાગજીભાઇ કુંડારીયાની વાડીના ઉપલા શેઠે ખરાબામા આવેલ ખેત તલાવડીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો હોવાનો સામે આવ્યું હતું. સમગ્ર બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણી વચ્ચે કોહવાઈ ગયેલી હાલતમાં રહેલા મૃતદેહને ખેત તલાવડીમાંથી બહાર કાઢીને રાજકોટ ફોરેસિક પી એમ માટે મોકલવામ આવ્યો હતો તો તેણે શરીરે કમરના ભાગે જીન્સ પેન્ટ પહેરેલ હતું. જમણા હાથે તથા ડાબા હાથના કાડામા કાળો દોરો બાંધેલ છે તથા ડોકમા કાળા દોરા વડે માદડીયુ ધારણ કર્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે ખેત તલાવડીમાં ડૂબી જવાના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. તેની ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષ હોવાનું સામે આવ્યું છે.આ મામલે મોરબી તાલુકા પોલીસે મૃતક યુવક અંગે કોઈપણ માહિતી પ્રાપ્ત થાય તો મોરબી તાલુકા પોલીસ મથકના ટેલીફોન નંબર (૨૮૨૨) ૨૪૨૫૯૨ અથવા હેડ કોન્સ્ટેબલ જે.બી.પરમારના મોબાઈલ નંબર ૭૦૯૬૪ ૦૭૭૦૭ ઉપર જાણ કરવાની જાહેર જનતાને અપીલ કરવમાં આવેલ છે.




Latest News