મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં આ વર્ષે માસિક વેકેશન નહીં ?: જીવીટીની માંગ ટોપ ગિયરમાં, બાકી બધુ તળિયે !


SHARE















મોરબીના સિરામિક ઉદ્યોગમાં આ વર્ષે માસિક વેકેશન નહીં ?: જીવીટીની માંગ ટોપ ગિયરમાં, બાકી બધુ તળિયે !

મોરબીની આસપાસમાં આવેલા સીરામીકના નાના મોટા યુનિટમાં માલનું ઉત્પાદન કરવામાં આવે છે જેની સામે બજારમાં માંગ સમયાંતરે ઊભી થાય તેના માટે ગત વર્ષે શ્રાવણ માહિનામાં સિરામિક ઉદ્યોગમાં એક માહિનાનું વેકેશન પાડવામાં આવ્યું હતું અને દર વર્ષે આવી જ રીતે એક મહિનો કારખાનાને બંધ રાખવામા આવશે તેવી વાત હતી જો કે, મળતી માહિતી મુજબ આ વર્ષે સિરામિક ઉદ્યોગમાં એક માહિનાનું વેકેશન રાખવામા ન આવે તેવું હાલના સંજોગો જોતાં દેખાઈ રહ્યું છે હાલમાં મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા કારખાનામાંથી જીવીટી પ્રોડક્ટ બનાવતા કારખાના વાળાની પાસે માલની પૂરતી માંગ છે અને તેની ગાડી ટોપ ગિયરમાં હાલમાં ચાલી રહી છે જો કે, તે સિવાયની વોલ, ફલરો, સેનેટરી સાહિત્યની પ્રોડક્ટની માંગ હાલમાં તળિયે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા સંયુક્ત રીતે ગત વર્ષે તા. ૧૦ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી એટ્લે કે એક મહિનો મોરબીના તમામ સિરામિક કારખાનાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નિર્ણય લેતા પહેલા મોરબી સિરામિક એસો.ના હોદ્દેદારો દ્વારા સભ્યોની સાથે સંયુક્ત મિટિંગ કરવામાં આવી હતી અને ત્યાર બાદમાં કારખાનાઓને બંધ રાખવા માટેનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારે દર વર્ષે આવી જ રીતે એક મહિનો સમૂહમાં કારખાનાઓને બંધ રાખવામા આવશે તેવી ચર્ચાઓ પણ કરવાં આવી હતી જો કે, હાલમાં ડોમેસ્ટિક નહીં પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં મોરબીની સિરામિક ટાઈસ્લ્ની માંગ જોરદાર છે જેથી કરીને આ વર્ષે શ્રવણ માહિનામાં સિરામિક કારખાના બંધ રહે તેવું હાલમાં દેખાતું નથી અત્રે ઉલેખનીય છે કે, ગત વર્ષે મોરબી સિરામિક ટાઇલ્સની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં માલની માંગમાં તોતિંગ ઘટાડો જોવા મળ્યો હતો જેથી કરીને એક માહિનાનું સામૂહિક વેકેશન રાખવામા આવ્યું છે

જો કે, હાલમાં મળી રહેલ માહિતી મુજબ મોરબીના સિરામિક ઉદ્યોગનો એક્સપોર્ટમાં ડંકો વાગી રહ્યો છે અને છેલ્લા ચાર માહિનામાં મોરબીથી ૬૪૬૮ કરોડની સિરામિક પ્રોડક્ટને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવી છે મોરબીના ઉદ્યોગકાર પાસેથી મળતી માહિતી મુજબ એપ્રિલ મહિનામાં ૧૫૬૪ કરોડ, મે મહિનામાં ૧૭૪૦ કરોડ, જૂન મહિનામાં ૧૨૫૨ કરોડ અને જુલાઈ મહિનામાં ૧૯૧૧ કરોડનું એક્સપોર્ટ અહીના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલ છે જેમાં અમેરિકા, રશિયા, યુ.કે., ઇરાક, યુનાઇટેડ અરબ અમીરાત, ઇઝરાયલ, મેક્સિકો, કુવૈત, પોલેન્ડ,થાઈલેન્ડ, ઓમાન, સાઉદી અરેબિયા સહિતના દેશોનો સમાવેશ થાય છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીની જુદીજુદી સિરામિક પ્રોડક્ટમાંથી હાલમાં માત્રને માત્ર જીવીટીની વિદેશમાં વધુમાં વધુ ડિમાન્ડ છે અને તેનું જ વધુમાં વધુ એક્સપોર્ટ થઈ રહ્યું છે જો કે, તેના સિવાય વોલ, ફ્લોર, સેનેટરી સહિતની પ્રોડક્ટની ખાસ માંગ નથી જેથી કરીને જે કારખાનામાં આ પ્રોડક્ટ બનાવવામાં આવે છે તેમાંથી મોટાભાગના ચાલુ બંધ જેવી પરિસ્થિતિમાં છે






Latest News