રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી નજીક પેટ્રોલ પંપ ઉપરથી ૪૮,૦૦૦ની લૂંટ, બેની ધરપકડ, એકની શોધખોળ: ઇજાગ્રસ્ત કર્મચારી પણ સામેલ હોવાનો ધડાકો


SHARE









મોરબી નજીક પેટ્રોલ પંપ ઉપરથી ૪૮,૦૦૦ની લૂંટ, બેની ધરપકડ, એકની શોધખોળ: ઇજાગ્રસ્ત કર્મચારી પણ સામેલ હોવાનો ધડાકો

મોરબી માળિયા નેશનલ હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામ નજીક શિવાનંદ પેટ્રોલ પંપ ઉપર બાઈકમાં આવેલા બે શખ્સો દ્વારા ત્યાં કામ કરતા કર્મચારીને કટર જેવા હથિયારથી હાથમાં ઇજા કરવામાં આવી હતી અને તેની પાસે રહેલ પેટ્રોલ ડીઝલના વેચાણના ૪૮,૦૦૦ ની લૂંટ કરવામાં આવી હતી જેથી ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પેટ્રોલ પંપના માલિક દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને તપાસમાં ઇજાગ્રસ્ત કર્મચારીએ જ લૂંટનો પ્લાન બનાવ્યો હોવાની માહિતી સામે આવી હતી અને હાલમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે જય અંબેનગરમાં અંજનીપુત્ર એપાર્ટમેન્ટમાં રહેતા રોહીતભાઈ દુર્લભજીભાઈ છનિયારા જાતે પટેલ (૨૭)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાવત અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવતની સામે લૂંટની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામ પાસે તેનો શિવાનંદ પેટ્રોલ પંપ આવેલ છે અને ત્યાં તા ૧૭/૮ ના રોજ વહેલી સવારે ૪:૧૫ વાગ્યાના અરસામાં અજાણ્યા બે શખ્સો પોતાનું પલ્સર બાઈક લઈને પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા અને ત્યારે બાઈકમાં પાછળના ભાગમાં બેઠેલા શખ્સે પેટ્રોલ પંપ ઉપર કામ કરી રહેલા રાહુલસિંહ વિક્રમસિંહને કટર જેવા હથિયાર વડે જમણા હાથમાં છેકો કરીને ઇજા કરી હતી અને તેની પાસે રહેલ પેટ્રોલ ડીઝલના વેચાણના રૂપિયા ૪૮ હજારની લૂંટ કરી હતી અને ત્યારબાદ તે બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા જોકે, ઇજાગ્રસ્તને સારવારમાં લઈને ગયા હતા અને પેટ્રોલ પંપના માલિક દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે લૂંટનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી

મોરબી તાલુકા પોલીસ તેમજ એલસીબીની ટીમે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા તેવામાં એલસીબીની ટીમે આ ગુનામાં આરોપી નરેન્દ્રસિંહ દિલીપસિંગ રાવત (૨૨) રહે. મૂળ રાજસ્થાન અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવત (૨૪) રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરી છે વધુમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. વાળા  સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પેટ્રોલપંપનો કર્મચારી પણ લૂંટનું ઘટનામાં સંડોવાયેલ છે અને તેને જ પ્લાન બનાવ્યો હતો અને હાલમાં જે બે આરોપીને પકડવામાં આવે છે તેની સાથે તેને ફોન ઉપર વાતો પણ કરેલ છે અને તેની સાથેના ફોટો પણ મળી આવ્યા છે હાલમાં પોલીસે બે આરોપી પાસેથી ૪૮૧૦૦ ની રોકડ, ૧૫૦૦૦ ના ત્રણ મોબાઈલ અને ૬૦ હજારનું બાઇક આમ કુલ મળીને ૧,૨૩,૬૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આ ઘટનામાં નવદીપ ઉર્ફે નિરૂ રાવત નામનો શખ્સ પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News