મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વામિનારાયણ સ્કૂલ, ગીતાંજલી સ્કૂલ અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ


SHARE













મોરબીમાં સ્વામિનારાયણ સ્કૂલ, ગીતાંજલી સ્કૂલ અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ

મોરબીમાં શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય સમારોહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્રયાનની આકૃતિ પ્રમાણે વિદ્યાર્થીઓએ બેઠક વ્યવસ્થા લઈ રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમમાં ભાગ લીધો તેમજ ગુરુકુલના સંતોના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.ગુરુકુલનાં અનેક નાનાં-નાનાં ભુલકાઓએ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, શિવાજી જેવાં દેશ ભક્તોની વેશભૂષા ધારણ કરી અને પોતાની કાલીઘેલી ભાષામાં સુંદર સ્પીચ તેમજ દેશભક્તિ નૃત્ય પ્રસ્તુત કરી કાર્યક્રમની શોભા વધારી દીધી હતી.સમારોહનાં અંતમાં ગુરુકુલના સંચાલક પૂ. નિર્ગુણજીવનદાસ સ્વામીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી શુભાશિષ પાઠવ્યા હતા.

એબીવીપી દ્રારા ધ્વજવંદન

એબીવીપી મોરબી શાખા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.મોરબીની આન બાન અને શાન નગર દરવાજા ખાતે સતત છેલ્લા છ વર્ષથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પણ એબીવીપી મોરબી શાખા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય અતીથી તરીકે સિરામિક વોલ ટાઇલ્સ એસોસીયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાના હસ્તે ધ્જવંદન કરવામાં આવ્યુ હકુ.પોલીસ જવાનો અને ત્યાંના સ્થાનિક લોકો અને એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ.

એકતા એજ લક્ષ્ય સંગઠન

મકનસર ગામે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મકનસર ગામમાં સ્વાતંત્ર્ય પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આજે ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વે ગ્રામજનોએ ધ્વજવંદન કરી ઉજવણી કરી હતી.૧૫ ઓગસ્ટ નિમિતે સ્વામિનારાયણ વિદ્યાલય ગોકુળનગર મકનસર ગામ એકતા એજ લક્ષ્ય સંગઠન તથા ગામમાં સરપંચ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો..

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સનગર (ગોકુળ) પ્રાથમિક શાળા આનંદનગર સોસાયટી પાછળ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ તે પ્રસંગે પ્રાથમિક શાળાના આચાર્યા ચેતનાબેન તથા તેમનો સમગ્ર સ્ટાફ,  શાળાના નિવૃત્ત શિક્ષક મગનભાઈ પણ હાજર હતા.આ રાષ્ટ્રીય પર્વમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી ત્રિભોવનભાઈ ફૂલતરિયા ખજાનચી મણિલાલ કાવર, અમરસીભાઈ અમૃતિયા, નાનજીભાઈ મોરડીયા, રશ્મિકાબેન રૂપાલા, લિયો કલબ ઓફ મોરબી સીટીના પાસ્ટ પ્રેસિડેન્ટ ક્રિશ્ના રૂપાલા, લિયો સેક્રેટરી બંસી રૂપાલા, વાસુ રૂપાલા પણ હાજર રહ્યા હતાં તમામ વિધાર્થીઓને મણિલાલ કાવર દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. તેમજ મોરબી-૨ ન્યુ પેલેસની બાજુમાં આવેલ સેવી ઇન્ટરનેશનલ કિડઝી સ્કૂલમાં પણ લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ખજાનચી અને લાયન સભ્યોની હાજરીમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીની સરસ્વતી સોસાયટીમાં આવેલ ડૉ.ખ્યાતિબેન ભીમાણીનાં ઉમા ક્લિનિક અને મોરબી સિટીનાં જુદાજુદા પાચ ક્લિનિક ઉપર લિયો કલબ મોરબી સિટીની રાહબરી હેઠલ લાયન્સ કલબના તમામ સભ્યોની હાજરીમાં નાના બાળકોને સુવર્ણપ્રાસનનાં ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

ગીતાંજલી વિદ્યાલય

હર હંમેશ સમાજીક એકતાનો સંદેશ પુરો પાડતી મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે સમાજના એવા વ્યક્તિઓના હસ્તે ધ્વજવંદન કરાવેલ કે જેઓને ઘણા લોકો દ્વારા યોગ્ય માન સન્માન મળતું નથી આ લોકોનું માન સન્માન સમાજમાં અને દેશમાં જળવાઈ રહે, એવા હેતુથી ગીતાંજલી વિદ્યાલયમાં સાત-આઠ વર્ષથી  સફાઈ કામ કરતા એવા ધીરુભાઈ અને શીરીનબેનના હસ્તે સ્વતંત્રતા દિવસ નિમિતે ધ્વજવંદન કરાવ્યું હતું તેમજ આ સ્વતંત્રતા પર્વ નિમિતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.






Latest News