રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી કાલે સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાશે


SHARE









મોરબી કાલે સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાશે

મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલયનુ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે કાલે ઉદઘાટન કરવામાં આવશે અને ત્યારે સંતો-મહંતોની હાજરીમાં હનુમાન ચાલીસાના પાઠ તથા દીપપ્રાગટ્ય કરીને સર્વ હિન્દુ સંગઠન દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવશે

મોરબીમાં પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ સર્વ હિન્દુ સંગઠન દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવાનુ આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત જન્માષ્ટમીના પાવનપર્વ નિમિતે વિશાળ શોભાયાત્રા તેમજ વિવિધ સ્થળે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મટકીફોડ કાર્યક્રમો યોજાશે ત્યારે સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવના મધ્યસ્થ કાર્યાલયનુ શહેરના અયોધ્યાપુરી રોડે આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે કાલે તા. ૧૯ ને શનીવારના રોજ સાંજે ૭ કલાકે સંતો મહંતોની હાજરીમાં હનુમાન ચાલીસાના પાઠ તેમજ દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), ગાંડુભગત (મચ્છુ માં ની જગ્યા), નાગરાજબાપુ (નકલંક ધામ-જાજાસર), દેવરામબાપુ (જલારામ મંદિર), ભુષણજી મહારાજ (રામજી મંદિર), હરિચરણદાસજી મહારાજ (મણીધર હનુમાનજી મંદિર) સહીતનાં સંતો-મહંતો હાજર રહેશે ત્યારે મોરબીના સર્વ હિન્દુ સંગઠનના અગ્રણીઓને મધ્યસ્થ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા આયોજકોએ નિમંત્રણ આપ્યું છે




Latest News