મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સંતો-મહંતોની આગેવાનીમાં કૃષ્ણો જન્મોત્સવની ઉજવણી કરવાનું આયોજન


SHARE







વાંકાનેરમાં સંતો-મહંતોની આગેવાનીમાં કૃષ્ણો જન્મોત્સવની ઉજવણી કરવાનું આયોજન

થોડા દિવસ પહેલા વાંકાનેરનું પૌરાણીક અને મોટું મંદિર ધરાવતું રઘુનાથજી મંદિરમાં વાંકાનેર શહેર અને તાલુકામાં આવેલ મંદિરોમાં બીરાજતાં સંતો-મહંતો સાથે મળી અને આ વખતે કૃષ્ણો જન્મોત્સવ અને શોભાયાત્રા સાધુ સંતો અને મહંતોની આગેવાનીમાં જો કરવામાં આવે તો સનાતન હિન્દુ ધર્મની વધારેમાં વધારે સંખ્યા થાય અને કોઇપણ રાજકીય માણસ આ યાત્રાનો આગેવાન ન બને તેવી માંગ ઉઠી હતી.

આ વાતની જાણ વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય હિન્દુ સંગઠનોને પણ કરવામાં આવી હતી. અને વાંકાનેરના ધારાસભ્ય અને વાંકાનેરના રાજય સભાના સાંસદને પણ જાણ કરી છે દરેક લોકોને આ વાત બહુ ગમી હતી અને દરેક લોકોનો એક જ અવાજ હતો કે રાજકારણમાં ધર્મનું હોવું જરૂરી છે. પરંતુ ધર્મની અંદર રાજકારણ કોઇપણ ભોગે ચલાવી શકાય નહી. આપણે ધર્મ માટે એક નહીં થાય તો આપણા દેશના નેતાઓનું સપનું છે કે, આપણા દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવું છે. તો બધા લોકોએ આમા સાથે જોડાઇ જવું એ સનાતન હિન્દુ ધર્મ માટે અનિવાર્ય છે.

આ બાબતે બે વાર સંતો મહંતો ભેગા થયા હતાં અને આખરે નકકી કરવામાં આવ્યું કે, આ વખતે શ્રી કૃષ્ણો જન્મોત્સવની શોભાયાત્રા બધા સંતો મહંતોની આગેવાનીમાં કાઢવામાં આવશે. અને વાંકાનેર મધ્યમાં આવેલ ફળેશ્વર મહાદેવના મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવે છે તે જ રીતે યાત્રા કાઢવામાં આવે અને જુના રુટ પ્રમાણે જ શોભાયાત્રા કાઢવામાં આવશે. દરેક બાબતોમાં કેરાળાના મુકેશભગત તથા સંતો મહંતોની આગેવાનીમાં આ યાત્રા કાઢવામાં આવશે. તેવું નકકી કરવામાં આવેલ હતું.

આગામી તા. ૨૦-૮-૨૦૨૩ને રવિવારના રોજ ફળેશ્વર મંદિરની જગ્યામાં સાંજે ૫-૩૦ કલાકે એક ભવ્ય મીટીંગનું આયોજન રાખવામાં આવેલ છે. અને મીટીંગ પૂર્ણ થયા બાદ મહા પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. તો સનાતન હિન્દુ ધર્મપ્રેમીઓએ દરેક વિસ્તારમાંથી બધા મિત્ર મંડળો અને સેવા આપતી સંસ્થાઓએ આવવા અને સાધુ સંતોનું માન રાખી અને સાધુસંતોની આગેવાનીમાં નીકળનાર શોભાયાત્રામાં સહકાર આપવા અનુરોધ કરાયેલ છે






Latest News